Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS દ્વારા PG, B.Ed. સહિતના કોર્સો માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર:15 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ

    एक दिन पहले

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અનુસ્નાતક (PG) અને વ્યાવસાયિક કોર્સોમાં પ્રવેશ પ્રક્રિયાનું વિગતવાર શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની સરકારી અને સંલગ્ન કોલેજોમાં પીજી, પીજી ડિપ્લોમા, બી.એડ., એમ.એડ., એલએલબી (LLB) અને એલએલએમ (LLM) જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. 15 જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, પ્રવેશ રાઉન્ડ-1 માટેની ઓનલાઈન પ્રક્રિયા જૂન મહિનાના મધ્યથી શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓએ આ નિયત સમયગાળા દરમિયાન જ GCASના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન વખતે આ બાબતોનું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓએ પોર્ટલ પર લોગ-ઈન કરીને માત્ર ફોર્મ ભરવાનું નથી, પરંતુ પ્રવેશ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે નીચે મુજબના સોપાન અનુસરવાના રહેશે: 30 જૂનથી ‘મૉક રાઉન્ડ’ અને કામચલાઉ મેરિટ અરજી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશની સ્થિતિ સમજવા માટે એક વિશેષ તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સૂચના: પીજી અને લો (Law) સહિતના કોર્સોમાં એડમિશન મેળવવા માટે આ સિંગલ વિન્ડો સિસ્ટમ હોવાથી, તમામ પાત્ર ઉમેદવારોને સમયમર્યાદામાં જ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 1574 સ્થળોએ યોગ કાર્યક્રમ, અઢી લાખ લોકો જોડાશે:રાણીની વાવ ખાતે 17 જૂને વિશેષ યોગ કાર્યક્રમ યોજાશે
    Next Article
    In Your Neighbourhood: The last camera shop of Chor Bazaar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment