Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના દુવાડામાં નવી ક્વોરીનો ઉગ્ર વિરોધ:સરપંચ-તલાટી પર ગેરકાયદે ઠરાવનો આક્ષેપ, DDOએ તપાસના આદેશ આપ્યા

    1 day ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા ગામે નવી ક્વોરી શરૂ કરવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ સરપંચ અને તલાટી-કમ-મંત્રી પર લાંચ લઈને 4 ગેરકાયદે ઠરાવો કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર સુપ્રત કરી ઠરાવો રદ કરવાની માંગ કરી છે. DDOએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે. ગ્રામજનોના મતે, ગામની હદમાં પહેલેથી જ 6 ક્વોરીઓ કાર્યરત છે. આ ક્વોરીઓના કારણે ગામના રસ્તાઓ ખરાબ થયા છે અને ભારે વાહનોની અવરજવરથી ધૂળનું પ્રદૂષણ વધ્યું છે. આ પ્રદૂષણ સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બન્યું છે. ખાણકામના બ્લાસ્ટિંગ અને અવાજથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ગામમાં પીવાના પાણીની અછત પણ સર્જાઈ છે. ખેતી મુખ્ય આજીવિકા હોવા છતાં, ક્વોરીના પ્રદૂષણથી પાકને નુકસાન થઈ રહ્યું છે. રહેણાક વિસ્તારથી માત્ર 500 મીટરના અંતરે નવી ક્વોરીઓ મંજૂર કરાતા ગ્રામજનોમાં રોષ છે. ગ્રામજનોએ DDOને સુપ્રત કરેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, દુવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રીએ ગ્રામજનો અને પંચાયત સભ્યોને અંધારામાં રાખીને નવી ક્વોરી માટે 'નો ઓબ્જેક્શન' (NOC) ના 4 ગેરકાયદે ઠરાવો કર્યા છે. આ ઠરાવો લાખો રૂપિયાની કથિત લાંચ લઈને કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, હાલના આદિવાસી મહિલા સરપંચ માત્ર નામ પૂરતા જ છે. પંચાયતનો વહીવટ તેમના પતિ, કુટુંબીઓ અને સ્થાનિક બુટલેગરોના સહયોગથી ચાલી રહ્યો છે. આ જૂથે વ્યક્તિગત આર્થિક લાભ માટે કાયદેસરની ગ્રામસભા યોજ્યા વિના જ ક્વોરી માલિકો સાથે મળીને ખોટા અને ગેરકાયદેસર ઠરાવો કર્યા છે. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે નવી ક્વોરીના માલિકો પૈસાના જોરે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા દુવાડા ગામમાં ધાકધમકી આપી રહ્યા છે. સ્થાનિકોને જાહેરમાં "પૈસાના જોરે અમે બધું જ કરી લઈશું" તેમ કહીને ધમકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ છે. DDOએ તપાસ બાદ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું દુવાડા ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને લેખિત ફરિયાદ બાદ નવસારી જિલ્લા વિકાસ અધિકારી (DDO)એ મામલાની ગંભીરતાને ધ્યાને લીધી છે. તેમણે ગ્રામજનોને ખાતરી આપી છે કે આ સમગ્ર પ્રકરણમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy DDO) દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવશે અને તપાસ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક વર્ષમાં 50 બાળમજૂરો મુક્ત કરાયા:12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ, પૂરો મહિનો ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે
    Next Article
    વિવિધ મંદિરોમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:અમરેલી LCBએ બે આરોપી રૂ. 51,425ના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment