Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીના બાઇક સાથે એક શખસ ઝડપાયો:ધ્રાંગધ્રામાંથી LCBએ 50 હજારનું ચોરાયેલું બાઇક જપ્ત કર્યું, અમદાવાદના બોડકદેવથી મોટરસાઈકલ ચોરાઈ હતી

    12 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રામાંથી ચોરીના મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 50,000 રૂપિયાની કિંમતનું ચોરાયેલું બાઇક જપ્ત કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના બાદ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ દશરથ ઘાંઘરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા બી.એસ.એન.એલ. ઓફિસ પાસેથી આ શખ્સને પકડવામાં આવ્યો હતો. પકડાયેલું મોટરસાઈકલ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ચોરાયું હતું, જે અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં E-FIR નોંધાઈ હતી. પકડાયેલા આરોપીનું નામ મુન્નાભાઈ બેચરભાઈ દલસાણીયા છે, જે ધ્રાંગધ્રાના કાશીવિશ્વનાથ મંદિર મેળાના મેદાન પાછળ રહે છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા સહિત સ્ટાફના ASI કિશોરભાઈ પારધી, HC દશરથભાઈ ઘાંધર, HC અરવિંદસિંહ ઝાલા, HC મનોજભાઈ ઝાલા, PC વિશાલભાઈ જોષી, PC પ્રતાપસિંહ રાઠોડ અને PC સંજયભાઈ પાઠક જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 5153 રોપાઓનું વિતરણ:ઓનલાઇન રજિસ્ટ્રેશનથી 3 કલાકમાં વિતરણ, પર્યાવરણ પ્રેમીઓએ નવતર કીર્તિમાન સ્થાપ્યો
    Next Article
    નકલી નોટ કૌભાંડના મુખ્ય આરોપી સંજય પવારને ઝટકો:વાપીના ₹24.30 લાખની ફેક કરન્સીના કેસમાં જામીન અરજી નામંજૂર, અગાઉ બે અરજી ફગાવાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment