Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 5153 રોપાઓનું વિતરણ:ઓનલાઇન રજિસ્ટ્રેશનથી 3 કલાકમાં વિતરણ, પર્યાવરણ પ્રેમીઓએ નવતર કીર્તિમાન સ્થાપ્યો

    14 hours ago

    દાહોદમાં પ્રકૃતિ મિત્ર મંડળ, સામાજિક વનીકરણ વિભાગ અને પશ્ચિમ રેલવે રતલામ મંડળના સંયુક્ત ઉપક્રમે ફ્રીલેન્ડગંજ સ્થિત 'પ્રકૃતિ વન' ખાતે રોપા વિતરણ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 5153 રોપાઓનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટા વૃક્ષો અને ઘર આંગણે ઉછેરી શકાય તેવા ફૂલછોડનો સમાવેશ થાય છે. પર્યાવરણ જતનના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમને નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. રોપા વિતરણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. એક સપ્તાહમાં 500થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના પરિણામે માત્ર ત્રણ કલાકમાં હજારો રોપાઓનું વિતરણ શક્ય બન્યું હતું. આયોજનની સફળતામાં અજય દેસાઈ, ધર્મેન્દ્ર ખત્રી, સાકીર કડીવાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસીર કાપડિયા, આશિલ શાહ અને આઇટી ટીમનો મુખ્ય ફાળો રહ્યો હતો. આ વિતરણમાં સામાન્ય છોડ ઉપરાંત દુર્લભ વનસ્પતિઓના રોપાઓ પણ સામેલ હતા. પશ્ચિમ રેલવે દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર પ્રકૃતિ મિત્ર મંડળે જાપાની મિયાવાકી પદ્ધતિથી 'પ્રકૃતિ વન' તૈયાર કર્યું છે. અહીં ગુજરાતમાંથી લુપ્ત થતી જતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. 'પ્રકૃતિ વન'માં બટરફ્લાય ઝોન અને બિયારણ વિકાસ માટેની જર્મિનેશન ચેમ્બર પણ વિકસાવવામાં આવી છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિન્નર દેસાઈ અને નીલમ અમીનના નેતૃત્વમાં પ્લાન્ટેશન સમિતિ, સ્નેક રેસ્ક્યુ ટીમ, સ્ટુડન્ટ નેચર ક્લબ, સિનિયર સિટિઝન ટીમ અને મીડિયા ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. નવજીવન સાયન્સ કોલેજના એનએસએસ અને બોટની વિભાગના વિદ્યાર્થીઓએ પણ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. પ્રકૃતિ મિત્ર મંડળના આ પ્રયાસોથી દાહોદમાં હરિયાળી વધારવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં સામાન્ય વરસાદથી NH-27 પર પાણી ભરાયા:પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક વાહનચાલકોને હાલાકી, વાહનોની અવરજવર ધીમી પડી
    Next Article
    ચોરીના બાઇક સાથે એક શખસ ઝડપાયો:ધ્રાંગધ્રામાંથી LCBએ 50 હજારનું ચોરાયેલું બાઇક જપ્ત કર્યું, અમદાવાદના બોડકદેવથી મોટરસાઈકલ ચોરાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment