Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી નોટ કૌભાંડના મુખ્ય આરોપી સંજય પવારને ઝટકો:વાપીના ₹24.30 લાખની ફેક કરન્સીના કેસમાં જામીન અરજી નામંજૂર, અગાઉ બે અરજી ફગાવાઈ હતી

    11 hours ago

    વાપીમાં નકલી ચલણી નોટો છાપવાના મોટા કૌભાંડમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સંજય સોમનાથ પવારને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વલસાડની સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ત્રીજી વખત નામંજૂર કરી છે. સહ-આરોપી મહિલાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવાથી સમાનતા (પેરિટી)ના આધારે મુક્તિ મેળવવા માટે આરોપીએ કરેલી દલીલોને અદાલતે ફગાવી દીધી છે. વાપીના ડુંગરા વિસ્તારમાં નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સંજય પવારને જેલમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે. અગાઉ પણ આરોપીની 2 જામીન અરજીઓ કોર્ટ ફગાવી ચૂકી છે. 24.30 લાખની નકલી નોટો અને સાધનો જપ્ત થયા હતા 14 જાન્યુઆરી 2026ના રોજ વલસાડ એલસીબીની ટીમે ડુંગરાના હરિયાપાર્ક નજીક આવેલા નક્ષત્ર પેલેસ ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 500 રૂપિયાના દરની 4860 નકલી નોટો જપ્ત કરી હતી, જેની કુલ કિંમત 24.30 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળેથી નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર, કટર, સ્ટીલની ફૂટપટ્ટી અને બોક્સ ફાઇલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ડુંગરા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 'પેરિટી'ના આધારે જામીનની માગણી ફગાવાઈ આ ગુનામાં સંડોવાયેલી સહ-આરોપી મહિલા છાયાદેવી સુદેશ મંડલને ગુજરાત હાઈકોર્ટ તરફથી જામીન મળી ચૂક્યા છે. આ જામીનને આધાર બનાવીને મુખ્ય આરોપી સંજય પવારે પણ સમાનતાના સિદ્ધાંત (પેરિટી) હેઠળ જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી અને ડુંગરા પોલીસના પીએસઆઈ આર. કે. પ્રજાપતિએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંજય પવાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે અને તેની સામે ગંભીર પુરાવા મળ્યા છે. આરોપી મૂળ મહારાષ્ટ્રનો હોવાથી જામીન મળ્યા બાદ તે ફરાર થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, કેસમાં હજુ 2 આરોપીઓ વોન્ટેડ હોવાથી આરોપી જેલની બહાર આવીને તેમને મદદ કરી શકે છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને તે દેશના અર્થતંત્રને સીધું નુકસાન પહોંચાડે છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ જજ એચ. જી. પંડ્યાએ સંજય પવારની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીના બાઇક સાથે એક શખસ ઝડપાયો:ધ્રાંગધ્રામાંથી LCBએ 50 હજારનું ચોરાયેલું બાઇક જપ્ત કર્યું, અમદાવાદના બોડકદેવથી મોટરસાઈકલ ચોરાઈ હતી
    Next Article
    England vs Australia Live Score, Women's T20 World Cup Final: Australia Strike Twice In Powerplay, England Lose Huge Wicket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment