Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી LCBએ 49 ગુનાના આરોપીને ઝડપ્યો:અરવલ્લીના 8 ગુના ઉકેલાયા, ₹2.18 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 days ago

    અરવલ્લી જિલ્લા એલસીબીએ રાજ્યભરમાં 49 ચોરીના ગુના આચરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા 8 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી ₹2.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થયો હતો. મોડાસા બજાર, સાકરિયા અને માલપુર તાલુકાના સોમપુર ખાતે આવેલી કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર્સને નિશાન બનાવવામાં આવી હતી. આ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. જિલ્લા એલસીબીની ટીમ ગુનેગારોને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી સહિતના સાધનોની મદદ લઈ રહી હતી. એલસીબીને બાતમી મળી હતી કે ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આરોપી મહીસાગર જિલ્લામાં છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે મહીસાગરના વડાગામ પાસેથી ચોરીની ઇકો કાર સહિત કુલ ₹2.18 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીનું નામ સિરાજ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તેની સાથે મહારાષ્ટ્રનો સલમાન પણ આ ગુનાઓમાં સામેલ હતો, જે હાલ જેલમાં છે. આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ જગદીશ ઉર્ફે જીગો ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ આરોપીઓએ ગુજરાતના અમદાવાદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કુલ 49 ચોરીના ગુના આચર્યા હતા. હાલ પોલીસે સિરાજ વિરુદ્ધ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ફરાર થયેલા મુખ્ય આરોપી જીગાને ઝડપી પાડવા માટે પણ વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    TMCના બંને જૂથોનો પક્ષ સાંભળશે સ્પીકર:મમતા જૂથને પણ બોલાવ્યા; બળવાખોર સાંસદોના NCPIમાં વિલિનીકરણના દાવા પર કાનૂની સલાહ લેશે
    Next Article
    નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવ, MLA દર્શનાબેનને પ્રદેશ ભાજપનું તેડું:દર્શનાબેન દેશમુખને વસાવા સમાજનું સમર્થન, વિવાદ ઉકેલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment