Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ 46.30 લાખનો દારૂ ઝડપ્યો:જાદર અને તલોદમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, LCB પી.આઈ. ડી.સી. સાકરિયાની ટીમે ઇડરના જાદર અને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹46.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને જાદર તથા તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પ્રથમ કાર્યવાહી ઇડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશોતર રોડ પર કિશોરગઢ ગામની સીમ પાસે કરવામાં આવી હતી. અહીં એક સફેદ સ્વિફ્ટ કારમાંથી 840 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹6.99 લાખનો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના બે આરોપીઓ મહેન્દ્ર બેચરલાલ ડામોર (ઉં.વ. 30, રહે. બોરકાપાની, તા. બીંછીવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને અશોકકુમાર નરસિંહભાઈ ડોડીયાર (ઉં.વ. 28, રહે. બોરકાપાની, તા. બીંછીવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. બીજી કાર્યવાહી તલોદ તાલુકાના પુંસરી ગામની સીમમાં કરવામાં આવી હતી, જ્યાં એક ફોર્ચ્યુનર કારમાંથી 80 પેટીમાં 3,120 બોટલ/ટીન વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસમાં દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹20.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલ ડાંગી (રહે. કરોલી, તા. દેલવાડા, જિ. રાજસમદ, રાજસ્થાન) અને પ્રકાશ પ્રેમલાલ પટેલ (રહે. ભુતીયા (કુરાબડ), તા. કુરાબડ, જિ. ઉદેપુર, રાજસ્થાન) નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્રીજી કાર્યવાહી પણ પુંસરી ગામની સીમમાંથી જ કરવામાં આવી હતી, જેમાં એક સ્કોર્પિયો કારમાંથી 83 પેટીમાં 2,436 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ₹18.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન સ્કોર્પિયો પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ કેસમાં સમદરસીંગ નંદુસીંગ રાજપુત (સાંખલા) (રહે. ઉત્તમ દેસર, તા. લૂણકરનસર, જિ. બિકાનેર, રાજસ્થાન) અને હેમેન્દ્ર દેવીલાલ પટેલ (રહે. કુરાબડ નવલસિંગ કા ગુડા, તા. કુરાબડ, જિ. ઉદેપુર, રાજસ્થાન) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ત્રણેય ઓપરેશનમાં પોલીસે કુલ 6,396 બોટલ વિદેશી દારૂ, ત્રણ વાહનો (સ્વિફ્ટ, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો) અને મોબાઇલ ફોન સહિત કુલ ₹46,30,896નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડવાના બાકી આરોપીઓ 1.શંકરલાલ અમરાજી પટેલ(ડાંગી) રહે. કરાકલી ઉત્તરદા તા.સલુંમ્બર રાજસ્થાન (વિદેશી દારૂ મોકલનાર) 2.રાજસ્થાન ગુડા ઠેકા ઉપરથી માલ ભરી આપનાર માણસ નામ ઠામ જણાવેલ નથી. 3.અમદાવાદનો માલ લેનાર વ્યક્તિ જેના નામ-ઠામની આરોપીને ખબરનથી. 4.શંકરલાલ અમરાજી પટેલ(ડાંગી) રહે. કરાકલી તા.સલુંમ્બર રાજસ્થાન (વિદેશી દારૂ મોકલનાર) 5.રાજસ્થાન ઝાંઝરી પાસે આવેલ ગુડા ઠેકા ઉપરથી માલ ભરી આપનાર માણસ નામ ઠામ જણાવેલ નથી. 6.અમદાવાદનો નર્મદા કેનાલ ઉપર માલ લેવા આવનાર વ્યક્તિ જેના પુરા નામ-ઠામ આરોપીઓ પાસેથી જાણવા મળ્યા નથી
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ:ઉત્પાદનથી લઈને વેચાણ-ઉપયોગ સુધી રોક, ભંગ કરનાર સામે ગુનો નોંધાશે
    Next Article
    છલોછલ ભરેલા કૂવામાં દરિયાના મોજાની જેમ પાણી ઉછળવા લાગ્યું!:લોકોમાં ભારે કુતુહલ સર્જાયું; મોરબીના વીરપરડાનો વીડિયો વાયરલ થતાં મામલતદારે તપાસનો આદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment