Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ:ઉત્પાદનથી લઈને વેચાણ-ઉપયોગ સુધી રોક, ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

    9 hours ago

    ગુજરાત સરકારે ઉંદર સહિતના નાના જીવોને પકડવા માટે ઉપયોગમાં લેવાતા ‘ગ્લુ ટ્રેપ’ અથવા ‘સ્ટીકી બોર્ડ્સ’ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તાજેતરના ઠરાવ બાદ હવે વેપારીઓ, સંસ્થાઓ અને નાગરિકો ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરી શકશે નહીં. પ્રાણીઓને ગંભીર ઈજા થતી હોવાથી પ્રતિબંધ ગ્લુ ટ્રેપ પર અત્યંત મજબૂત અને ન સુકાતું ગુંદર લગાવવામાં આવે છે. આ ટ્રેપમાં ઉંદર કે અન્ય કોઈ પ્રાણી અથવા પક્ષી ફસાઈ જાય ત્યારે પોતાને છોડાવવાના પ્રયાસમાં તેના શરીર અને અંગોને ગંભીર ઈજા થઈ શકે છે. લાંબા સમય સુધી ગુંદર સાથે ચોંટેલા રહેવાના કારણે ભૂખ, તરસ, ગૂંગળામણ અને ઈજાઓથી પ્રાણીઓનું અત્યંત પીડાદાયક મૃત્યુ થવાની શક્યતા રહે છે. સરકારના જણાવ્યા મુજબ આવી પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ગણાય છે અને ‘પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960’ની કલમ 11(1) હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન થાય છે. ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પણ ગ્લુ ટ્રેપને અમાનવીય પદ્ધતિ ગણાવી તેના ઉપયોગ સામે માર્ગદર્શિકા આપવામાં આવી છે. GeM અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ લિસ્ટિંગ હટાવાશે ઉદ્યોગ અને ખાણ વિભાગના આદેશ બાદ સરકારી ખરીદી માટેના GeM પોર્ટલ ઉપરાંત અન્ય ઈ-કોમર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ગ્લુ ટ્રેપનું લિસ્ટિંગ અને વેચાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ ગ્લુ ટ્રેપ ખરીદવા કે તેનો ઉપયોગ કરવા પર મનાઈ કરવામાં આવી છે. ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી ગ્લુ ટ્રેપના પ્રતિબંધનો ભંગ કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 (BNSS)ની કલમ 163 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS)ની કલમ 223 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જિલ્લા પોલીસ તથા Society for Prevention of Cruelty to Animals (SPCA)ને મળતી ફરિયાદોના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. વેપારીઓએ સ્ટોક અને વેચાણ તાત્કાલિક બંધ કરવું પડશે રાજ્યમાં ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, ખરીદ-વેચાણ અને સ્ટોક રાખવું હવે ગેરકાયદેસર ગણાશે. તેથી વેપારીઓએ પોતાના ગોડાઉન, દુકાન કે અન્ય સ્થળે રાખેલો ગ્લુ ટ્રેપનો જથ્થો વેચાણ માટે રાખવો નહીં અને તેના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવી પડશે. ઉંદર નિયંત્રણ માટે વૈકલ્પિક પદ્ધતિ અપનાવવા અપીલ સરકારે નાગરિકોને પણ ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરવાની સૂચના આપી છે. તેના બદલે પાંજરા જેવા માનવીય ઉપાયો તથા કાયદેસર રીતે માન્ય અન્ય વૈજ્ઞાનિક અને નોન-લેથલ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. સરકારના આ નિર્ણયથી હવે સમગ્ર ગુજરાતમાં ગ્લુ ટ્રેપના ઉત્પાદનથી લઈને તેના સંગ્રહ અને ઉપયોગ સુધીની તમામ પ્રવૃત્તિ પર કાયદેસર રોક લાગી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર DDOની PHC પીપરટોડા, વડ પાંચસર સબ સેન્ટરની મુલાકાત:આરોગ્ય સેવાઓ, સ્ટાફની કામગીરીની સમીક્ષા કરી
    Next Article
    સાબરકાંઠા LCBએ 46.30 લાખનો દારૂ ઝડપ્યો:જાદર અને તલોદમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment