Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છલોછલ ભરેલા કૂવામાં દરિયાના મોજાની જેમ પાણી ઉછળવા લાગ્યું!:લોકોમાં ભારે કુતુહલ સર્જાયું; મોરબીના વીરપરડાનો વીડિયો વાયરલ થતાં મામલતદારે તપાસનો આદેશ આપ્યો

    7 hours ago

    મોરબીના વીરપરડા ગામે એક અનોખી ઘટના સામે આવી છે. ભારે વરસાદ બાદ ખેતરના કૂવાનું પાણી અચાનક દરિયાના મોજાની જેમ હાલકડોલક થવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે. ગત શનિવારે મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. વીરપરડા ગામમાં પ્રાણજીવનભાઈની વાડીના કૂવામાં પણ નવા પાણી આવ્યા હતા અને કૂવો છલોછલ ભરાઈ ગયો હતો. ત્યારબાદ કૂવામાં રહેલું પાણી અસામાન્ય રીતે ઊછળવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. એક વ્યક્તિએ તાત્કાલિક આનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રસપ્રદ વાત એ છે કે, જે કૂવામાં પાણી હાલકડોલક થઈ રહ્યું છે, તેની આસપાસના વાડી વિસ્તારમાં આવેલા અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે સ્થિર અને શાંત જોવા મળી રહ્યું છે. માત્ર એક જ કૂવામાં આવી અસામાન્ય ગતિ જોવા મળી હતી. આ બાબતે પર્યાવરણવિદ વી.ડી.બાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ. આ બાબતે મોરબીના ગ્રામ્ય વિસ્તારના મામલતદારને જાણ કરવામાં આવતા, તેમણે સર્કલ અધિકારીને ઘટના સ્થળે જઈને તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. જોકે, કૂવામાં પાણી કેમ હાલકડોલક થઈ રહ્યું હતું તે બાબતનું રહસ્ય હજુ અકબંધ છે અને તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ પાણી સ્થિરહાલતમાં જ છે. જે તે સમયે આ પ્રમાણેની ઘટના બની હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા LCBએ 46.30 લાખનો દારૂ ઝડપ્યો:જાદર અને તલોદમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત
    Next Article
    बिजनौर में आज फिर से कोर्ट ने दे दी 8 लोगों को उम्रकैद की सजा और 10 लाख 80 हजार का जुर्माना

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment