Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ LCBએ 4 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો:5 ગુનામાં વોન્ટેડ મોહમદહનીફ બોકડા પકડાયો, ₹3.02 લાખનો દારૂ પણ જપ્ત થયો

    1 day ago

    પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત 4 વર્ષથી ફરાર ચાલતા એક કુખ્યાત વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને સાથે જ ₹3.02 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પંચમહાલ પોલીસ કચેરીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ગોધરા અને ઘોઘંબા પંથકમાં આ મહત્વપૂર્ણ કામગીરી પાર પાડી હતી. 5 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે ગોધરા વેજલપુર રોડ પર આવેલી સ્ટાર હોટલ પાસેથી મોહમદહનીફ ફારૂક બોકડા નામના આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી ચોરી, પશુ અત્યાચાર અને સરકારી કર્મચારી પર હુમલો કરવા જેવા 5 ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. તેની સામે પંચમહાલ, ભરૂચ, વડોદરા ગ્રામ્ય અને ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ કેસો નોંધાયેલા છે. રૂપારેલ ગામમાંથી ₹3.02 લાખનો દારૂ જપ્ત બીજી કાર્યવાહીમાં એલસીબીની ટીમે ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામે રહેતી કોકીલાબેન લક્ષ્મણસિંહ બારીઆના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર અને બિયરના ટીન મળીને કુલ 955 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ₹3,02,188 થાય છે. આ સમગ્ર સફળ કામગીરી રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, એસપી ડૉ. હરેશ દુધાત અને LCB PI એ.બી. વોરાની સૂચનાથી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં આયુર્વેદિક એજન્સીને તસ્કરોએ નિશાન બનાવી:શટરના નકુચા તોડી ટેબલના ખાનામાંથી ₹4.50 લાખ રોકડા ચોરી ફરાર
    Next Article
    ખાતરના ભાવ ભડકે બળ્યા:1950વાળી થેલી હવે 2450માં મળશે, NPK ખાતરમાં રવિ સીઝન પૂર્વે ભાવવધારો પાછો ખેંચવા ખેડૂત આગેવાન જયેશ દેલાડની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment