Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં આયુર્વેદિક એજન્સીને તસ્કરોએ નિશાન બનાવી:શટરના નકુચા તોડી ટેબલના ખાનામાંથી ₹4.50 લાખ રોકડા ચોરી ફરાર

    1 day ago

    નવસારી શહેરમાં તસ્કરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલી પ્રખ્યાત 'ગાયત્રી આયુર્વેદિક એજન્સી' નામના ધંધાકીય એકમને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી 4,50,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પરિવાર વતન ગયો હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. હાલ નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે. બે દુકાનનું કલેક્શન એક જ જગ્યાએ રખાતું હતું ફરિયાદી જયેશ અમૃતભાઈ પટેલ (ઉં.વ. 49, રહે. 101, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, આશાનગર, નવસારી; મૂળ રહે. રંગપુર, ખંભાત, આણંદ) નવસારી સિવિલ હોસ્પિટલ રોડ પર રચના એપાર્ટમેન્ટમાં પોતાના ભાઈ અલ્પેશ સાથે ભાગીદારીમાં 'ગાયત્રી આયુર્વેદિક એજન્સી' નામની દુકાન ચલાવે છે. આ ઉપરાંત, દૂધિયા તળાવ રોડ પર 'નિકુંજ સ્ટોર્સ' નામની અન્ય એક આયુર્વેદિક દવાઓની દુકાન પણ તેઓ સંયુક્ત રીતે ચલાવે છે. નિયમ મુજબ આ બંને દુકાનોની રોજેરોજની આવક અને અગાઉના દિવસોનું કલેક્શન ગાયત્રી આયુર્વેદિક એજન્સીની દુકાનમાં બનાવેલી ઓફિસમાં રાખવામાં આવતું હતું, જે દર મહિનાની 10 તારીખે બેંક ખાતામાં જમા કરવામાં આવતું હતું. રાત્રે તસ્કરોએ તાળું અને નકુચા તોડી દીધા ગત 3 ઓક્ટોબર 2026 ના રોજ સાંજના સમયે નાના ભાઈ અલ્પેશ નિકુંજ સ્ટોર્સનું કલેક્શન લઈને ગાયત્રી આયુર્વેદિક એજન્સી ખાતે આવ્યા હતા. બંને ભાઈઓએ મળીને દિવસની આવકના 20,000 રૂપિયા દરવાજા પાસેના લાકડાના ટેબલમાં અને અગાઉના દિવસોની આવકના 4,30,000 રૂપિયા ઓફિસના લાકડાના ટેબલના ખાનામાં મૂક્યા હતા. રાત્રે આશરે 10:00 વાગ્યે દુકાન બંધ કરીને તેઓ ઘરે ગયા હતા. પરંતુ, ગત 4 ઓક્ટોબર 2026 ના રોજ સવારે 8:00 વાગ્યે જ્યારે અલ્પેશ દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનના શટરના બંને બાજુના નકુચા કોઈ ધારદાર હથિયાર વડે તોડેલા જણાયા હતા. દુકાનની અંદર તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને ટેબલના ખાનામાં રાખેલા કુલ 4,50,000 રૂપિયા રોકડા ગાયબ હતા. વયોવૃદ્ધ પિતાની માંદગીને કારણે વિલંબથી નોંધાઈ ફરિયાદ ઘટના બાદ તરત જ ફરિયાદીના વયોવૃદ્ધ પિતા કે જેઓ મૂળ વતન આણંદ ખાતે રહે છે, તેઓની તબિયત અચાનક બગડતા જયેશ પોતાના પરિવાર સાથે વતન દોડી ગયા હતા. પિતાની લાંબી સારવાર પૂર્ણ થયા બાદ અને તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તાજેતરમાં નવસારી પરત આવ્યા હતા અને ગત 15 ઓક્ટોબર 2026 ના રોજ નવસારી પોલીસ મથકે પહોંચી આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 331(3), 331(4), 305(એ) હેઠળ ગુનો નોંધી પી.આઈ. પી.ડી. નકુમના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એપલના પહેલા ફોલ્ડેબલ ફોનનું બુકિંગ આજે શરૂ થશે:7.6-ઇંચનું ઇનર ડિસ્પ્લે અને A20 પ્રો ચિપસેટ, શરૂઆતી કિંમત ₹3 લાખ; કાર્ડ્સ પર ₹7,000નું ડિસ્કાઉન્ટ
    Next Article
    પંચમહાલ LCBએ 4 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો:5 ગુનામાં વોન્ટેડ મોહમદહનીફ બોકડા પકડાયો, ₹3.02 લાખનો દારૂ પણ જપ્ત થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment