Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતરના ભાવ ભડકે બળ્યા:1950વાળી થેલી હવે 2450માં મળશે, NPK ખાતરમાં રવિ સીઝન પૂર્વે ભાવવધારો પાછો ખેંચવા ખેડૂત આગેવાન જયેશ દેલાડની માંગ

    1 day ago

    સુરત સહિત સમગ્ર રાજ્યમાં રવિ સીઝન શરૂ થવાના આરે છે ત્યારે જ ખેડૂતોની સહકારી કંપની ગણાતી 'ઇફકો' (IFFCO) દ્વારા NPK ખાતરના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને કમરતોડ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ખાતર કંપની દ્વારા પ્રતિ થેલી સીધો ₹500નો વધારો કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના ખેડૂત આગેવાન જયેશભાઇ દેલાડે આ આકરા ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર સમક્ષ ખેડૂતોના હિતમાં ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવાની સ્પષ્ટ માંગણી કરી છે. થેલી દીઠ ભાવ ₹1950થી વધીને ₹2450 થયો કંપની દ્વારા ખાતરના વિવિધ ગ્રેડમાં આ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં સૌથી વધુ વપરાશ ધરાવતા NPK ખાતર (ગ્રેડ 12:32:16 અને 10:26:26)ની જે થેલી અત્યાર સુધી ખેડૂતોને ₹1950માં મળતી હતી, તેનો ભાવ હવે સીધો વધીને ₹2450 કરી દેવાયો છે. એક જ ઝાટકે પ્રતિ થેલી ₹500નો વધારો ઝીંકાતા ખેતી ખર્ચમાં અધધ વધારો થવાની શક્યતા છે. રવિ વાવેતર અને શેરડી પકવતા ખેડૂતોને મોટો ફટકો રાજ્યમાં અત્યારે ઘઉંના વાવેતરની સિઝન નજીક છે અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે વાવેતર ચાલી રહ્યું છે. આવા સંવેદનશીલ સમયે ખાતરના ભાવ વધતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનશે. કેન્દ્ર સરકાર યુરિયા પર પ્રતિ બેગ આશરે ₹3900 સબસિડી આપી રહી છે અને DAPના ભાવ પણ નિયંત્રણમાં છે, પરંતુ પોટાશની આયાત અને વૈશ્વિક ભાવ વધારા વચ્ચે તેના પર સબસિડી ઘટાડવામાં આવતા આ ભારણ સીધું ખેડૂતોના માથે આવી પડ્યું છે. જયેશ દેલાડે વ્યક્ત કરી ખેડૂતોની વ્યથા આ સમગ્ર મામલે ખેડૂત અગ્રણી જયેશભાઇ દેલાડે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,"ખેડૂતોની પોતાની કંપની ઇફકો દ્વારા NPK ખાતરમાં પ્રતિ થેલીએ ₹500નો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરાયો છે. 12:32:16 અને 10:26:26ના ભાવ ₹1950થી વધીને સીધા ₹2450 થઈ ગયા છે. રવિ સીઝન શરૂ થઈ રહી છે અને ઘઉં તેમજ દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આ વધારાથી ખેડૂતોની કમર તૂટી જશે. છેલ્લા 10 વર્ષથી યુરિયા પર સબસિડી અપાય છે, DAPના ભાવ સ્થિર છે, પરંતુ પોટાશ પર સબસિડી ઘટતા ખેડૂતોનું સૌથી પ્રિય એવું NPK ખાતર ખૂબ મોંઘું થયું છે. ખેડૂતોનો ખેતી ખર્ચ અસહ્ય બની જશે."
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ LCBએ 4 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપ્યો:5 ગુનામાં વોન્ટેડ મોહમદહનીફ બોકડા પકડાયો, ₹3.02 લાખનો દારૂ પણ જપ્ત થયો
    Next Article
    'રંગ મોરલા'માં લઘુમતી સમાજના લોકોને બહાર નીકળી જવાનો વિવાદ:બાઉન્સરે મહિલાને ફસાવી હોવાનો બજરંગ દળના નેતાનો આક્ષેપ, કહ્યું-કેટલાક બાઉન્સર લઘુમતી સમાજના હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment