Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રંગ મોરલા'માં લઘુમતી સમાજના લોકોને બહાર નીકળી જવાનો વિવાદ:બાઉન્સરે મહિલાને ફસાવી હોવાનો બજરંગ દળના નેતાનો આક્ષેપ, કહ્યું-કેટલાક બાઉન્સર લઘુમતી સમાજના હતા

    1 day ago

    અમદાવાદમાં જાણીતા કલાકાર આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબામાં જે પણ વિધર્મીઓ હોય તેને બહાર નીકળી જવા સ્ટેજ પરથી આરજે આકાશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો. જો કે બાદમાં આદિત્ય ગઢવી અને આરજે આકાશે આ મુદ્દે સ્પષ્ટતા કરતી સંયુક્ત પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી હતી. હવે આ સમગ્ર મુદ્દે બજરંગ દળના નેતાએ રંગ મોરલા ગરબામાં રાખવામાં આવેલા બાઉન્સરોને લઈ સવાલો ઉઠાવ્યા છે અને કેટલાક બાઉન્સરો લઘુમતી સમાજના હોવાનો આક્ષેપ કર્યો છે. 'બાઉન્સરે મહિલાને ફસાવી હોવાની માહિતી મળી હતી' બજરંગ દળના નેતા જવલીત મહેતાએ જણાવ્યું હતું કે, આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબામાં લઘુમતી સમાજના ત્રણ બાઉન્સર હોવા અંગેની અમને માહિતી મળી હતી. જેમાં એક બાઉસર દ્વારા મહિલાને ફસાવવામાં આવી હોવાની જાણ થઈ હતી. જેથી અમારા કાર્યકર્તાઓ રંગ મોરલા ગરબા ખાતે પહોંચ્યા હતા. ગરબા આયોજકોને આ બાબતે અમે વાત કરી હતી અને સ્ટેજની પાછળથી અમે તેમની સાથે વાતચીત કરી અને બાઉન્સરોને દૂર કરવા જણાવ્યું હતું. જો કે તેમણે કોઈ બાઉન્સર લઘુમતી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કાર્યકર્તાઓએ તેની તપાસ કરી હતી. જેમાં 3 નહીં પરંતુ 13 બાઉન્સર મળી આવ્યા હતા. ગરબા આયોજકો સાથે વાતચીત બાદ જાહેરાત કરી ગરબા આયોજકોને તમામ બાઉન્સરોને દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કોઈપણ લઘુમતી સમાજના લોકો ગરબામાં રહે નહીં તેના માટે સ્ટેજ પરથી આ બાબતેની જાહેરાત કરવા માટે જણાવ્યું હતું, જેથી સમાજના તમામ લોકોને આ બાબતે જાણ થાય. જેથી સ્ટેજ ઉપરથી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ખાતરના ભાવ ભડકે બળ્યા:1950વાળી થેલી હવે 2450માં મળશે, NPK ખાતરમાં રવિ સીઝન પૂર્વે ભાવવધારો પાછો ખેંચવા ખેડૂત આગેવાન જયેશ દેલાડની માંગ
    Next Article
    બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ મંદિર સામે ગોમાંસ રાંધ્યું:આજે યુનિવર્સિટીમાં ગાય કાપવાની તૈયારી, પ્રશાસને પહેલા રોક લગાવી પછી છૂટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment