Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પહેલીવાર વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ:LCBએ સાધનો, રો મટીરીયલ્સ અને દારૂ ભરેલી 38 પેટીઓ જપ્ત કરી, દારૂ બનાવવા ડેલો ભાડે લેવાયો

    1 week ago

    પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) જીલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડી છે. પોલીસે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવના સાધનો, રો મટીરીયલ્સ અને દારૂ ભરેલી 38 પેટીઓ (કુલ 456 બોટલ) સહિત કુલ 4,01,106 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતો ફરાર થઈ જતાં પોલીસે તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. બાતમીના આધારે કલેક્ટર બંગલા પાછળ દરોડો ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ઉદય વરુ, હેડ કોન્સ્ટેબલ હિમાંશુ મક્કા, વિરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ અજય ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે, સાંદીપની રોડ પર આવેલા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળ એક ડેલામાં બાબુ કેશવ ઓડેદરા નકલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) બનાવવાની ફેક્ટરી ચલાવે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે રેડ કરતા ત્યાં હાજર બાબુ કેશવ ઓડેદરા (ઉંમર 52 વર્ષ) મળી આવ્યો હતો. પોલીસે ડેલામાં તપાસ કરતા મોટા પાયે નકલી દારૂ બનાવવાનું નેટવર્ક સામે આવ્યું હતું. 50,000ના માસિક ભાડાના ડેલામાં કૌભાંડ ચાલતું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા મુખ્ય આરોપી બાબુ ઓડેદરાએ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ડેલો માસિક 50,000 રૂપિયાના ભાડાથી સહઆરોપી રણજીત લીલા ભુતિયા, ભરત લીલા ભુતિયા અને ભોલા દીપક ખૂંટીને આપ્યો હતો. આ ચારેય આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ ગુનાહિત કાવતરૂં રચીને 'ROYAL CHALLENGE' તથા 'ROYAL STAG' જેવી જાણીતી બ્રાન્ડના માર્કા લગાવી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ અસલી તરીકે વેચવા માટે આ ફેક્ટરી શરૂ કરી હતી. રેડ દરમિયાન અન્ય 3 આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે તમામ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 67, 81, 83 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 336(2), 336(3), 340(2), 61(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની વિગત પકડાયેલ આરોપી: બાબુ કેશવ ઓડેદરા (ઉંમર 52 વર્ષ), રહે. સાંદીપની રોડ, કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળ, પોરબંદર (મૂળ રહે. ભોમિયાવદર, તા.જી. પોરબંદર) ફરાર આરોપીઓ (પકડવાના બાકી): રણજીત લીલા ભુતિયા (રહે. રાણા કંડોરણા, તા. રાણાવાવ, જી. પોરબંદર) ભરત લીલા ભુતિયા (રહે. રાણા કંડોરણા, તા. રાણાવાવ, જી. પોરબંદર) ભોલા દીપક ખૂંટી (રહે. એરડા, તા.જી. પોરબંદર) પોલીસે કબ્જે કરેલો મુખ્ય મુદ્દામાલ નકલી વિદેશી દારૂ: રોયલ ચેલેન્જ માર્કાની 750 ML ની ભરેલી સીલપેક 456 બોટલ (38 પેટી) – કિંમત 3,12,816 રૂપિયા રો મટીરીયલ: દારૂ બનાવવા માટેનું કેમિકલ અને રંગવિહીન પ્રવાહી ભરેલા ટાંકા, બેરલ અને કેરબા (આશરે 840 લીટર પ્રવાહી) – કિંમત 86,280 રૂપિયા ખાલી બોટલો: કાચની ખાલી બોટલો ભરેલા 35 બાચકા (કુલ 1750 ખાલી બોટલ) પેકિંગ મટીરીયલ: બ્રાન્ડેડ કંપનીના લોગોવાળા મરૂન કલરના 70 ઢાંકણા, 6 સ્ટીકરના રોલ, સીલ કરવાની પટ્ટીઓ તથા બોક્સ પેક કરવાની સેલોટેપ સાધનો: 1 આલ્કોહોલ માપવાનું મીટર અને 7 ઇન્જેક્શન મોબાઈલ: 1 કીપેડવાળો મોબાઈલ ફોન – કિંમત 500 રૂપિયા કુલ મુદ્દામાલની કિંમત: 4,01,106 રૂપિયા
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશનની ચંડાળ ચોકડી સામે એક્શન ક્યારે?:સુરતમાં કોંગ્રેસના ધરણામાં મહિલાને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાઈ, દીકરીએ કહ્યું- હાર્ટ પેશન્ટ છે કંઈ થયુ તો અહીં જ દફનાવીશું
    Next Article
    જેઠે નાનાભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું:ઇનકાર કરતા નાના ભાઈ અને તેની પત્ની પર ગંભીર હુમલો કર્યો; વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment