Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેઠે નાનાભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું:ઇનકાર કરતા નાના ભાઈ અને તેની પત્ની પર ગંભીર હુમલો કર્યો; વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    1 week ago

    વલસાડ શહેરમાં કૌટુંબિક વિવાદને કારણે એક દંપતી પર હુમલો થયો છે. જેઠે નાનાભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ઇનકાર કરતા જેઠે દંપતી પર હુમલો કર્યો, જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા. વલસાડ સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ ઘટના 7 જૂન, 2026ના રોજ રાત્રે 10 વાગ્યે બની હતી. ફરિયાદી મહિલા (ઉં.વ. 26) તેમના પતિ સાથે ટેરેસ પરથી વોશરૂમ જવા નીચે ઉતર્યા હતા. તે સમયે તેમના જેઠે તેમને પાછળથી પકડી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાએ ઇનકાર કરતા તેનો જેઠ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલાને પેટ અને છાતીના ભાગે લાતો મારી, જેના કારણે તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. જેઠે તેમને ધમકી આપી કે "તું મારી નહીં હોય તો કોઈની નહીં થવા દઉં". તેણે મહિલાને ઘરની બહાર ઢસડીને લઈ જતી વખતે તેમનો નાઈટ ડ્રેસ ખેંચી લીધો હતો અને "હું તને નગ્ન કરીને રોડ પર મારીશ" તેવી ધમકી આપી. આ દરમિયાન, મહિલાની જેઠાણી અને કાકી સાસુ પણ ત્યાં આવ્યા હતા અને મહિલાને માર માર્યો હતો. પોતાની પત્નીને બચાવવા આવેલા નાના ભાઈને પણ આરોપી જેઠે લાકડાના પાટલા વડે માથા અને છાતીના ભાગે ફટકાર્યો હતો. આ હુમલામાં દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત દંપતીને ચાર દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટના બાદ મોટા જેઠે પણ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. જેઠની ફરિયાદ મુજબ, તેઓ પોતાની પત્નીને પાણી લાવવા માટે અવાજ આપી રહ્યા હતા. ત્યારે નાનાભાઈની પત્નીએ વહેમ રાખીને "મને કેમ બોલાવે છે" કહીને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન, નાનોએ ત્યાં આવીને લોખંડ કે પ્લાસ્ટિકની ડોલ વડે મોટાભાઈ(જેઠ)ના મોઢા પર પ્રહાર કર્યો, જેના કારણે જેઠને નીચેના દાંત હલવા લાગ્યા અને ઉપરનો દાંત છૂંદાઈ ગયો હતો. વલસાડ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પહેલીવાર વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ:LCBએ સાધનો, રો મટીરીયલ્સ અને દારૂ ભરેલી 38 પેટીઓ જપ્ત કરી, દારૂ બનાવવા ડેલો ભાડે લેવાયો
    Next Article
    Rajasthan Weather Update | રાજસ્થાનના કરોલીમાં ખાબક્યો ધોધમાર વરસાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment