Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટી નંબર પ્લેટવાળી બોલેરો પિકઅપમાંથી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ રૂ.3.29 લાખના દારૂ સાથે રૂ.8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    11 hours ago

    વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ LCBએ નેશનલ હાઈવે-48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પારડી પોલીસ મથક વિસ્તારમાં બગવાડા સ્થિત શુભમ રેસિડેન્સી સામેથી ખોટી નંબર પ્લેટ લગાવેલી મહિન્દ્રા બોલેરો પીકઅપને અટકાવી તલાશી લેતા રૂ.3.29 લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂ.8.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ-બીયરના 2016 બોટલ-ટીન મળી આવ્યાં LCBની ટીમને બાતમી મળી હતી કે, વાપી તરફથી સફેદ રંગની બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ પીકઅપને રોકી તપાસ હાથ ધરી હતી. પોલીસે પંચોની હાજરીમાં વાહનની તલાશી લેતા ખાખી પૂંઠાના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયરની કુલ 2016 બોટલ-ટીન મળી આવી હતી. આ જથ્થો 547.200 લીટરનો હતો, જેની કિંમત રૂ.3,29,760 આંકવામાં આવી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબરપ્લેટ લગાવાઈ તપાસ દરમિયાન પીકઅપ પર GJ-05-BX-1329 નંબરની પ્લેટ લગાવેલી હતી. જોકે, ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં ચેસિસ અને એન્જિન નંબરની તપાસ કરતાં વાહનનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-20-X-2291 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, વાહન દાહોદના દેવગઢ બારિયા ખાતે રહેતા નરવતભાઈ કાલુભાઈ કોળીના નામે નોંધાયેલું છે. દારૂની હેરાફેરીમાં પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટ લગાવાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ.5 લાખની બોલેરો પીકઅપ, મોબાઈલ ફોન અને ફાસ્ટેગ સહિત કુલ રૂ.8,30,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. એકની ધરપકડ, એક વોંટેડ જાહેર આ કેસમાં પારનેરા ગામના 35 વર્ષીય અંકિત રણજીતભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે વાપી GIDC ખાતેથી દારૂ ભરેલો ટેમ્પો આપનાર અજયને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અજયે અંકિતને આ દારૂનો જથ્થો પલસાણા પહોંચાડવા માટે રૂ.5 હજાર આપવાનું નક્કી કર્યું હતું. બંને સામે પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરમાં 10 સેકન્ડે બચાવ્યો ઘણાનો જીવ:એલર્ટ મળતા જ ઊંચાઈ તરફ ભાગ્યા લોકો; અત્યાર સુધીમાં 919નાં મોત, 4200થી વધુ ગુમ
    Next Article
    વેરાવળમાં સાતમ-આઠમના અઠવાડિયા પહેલા મહિલા જુગાર ક્લબ ઝડપાઈ:શ્રીજી કૃપામાં 13 મહિલા પત્તા રમતી રંગે હાથ પકડાઈ, મોડી રાત સુધી કાર્યવાહી રોકવા રાજકીય દબાણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment