Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં LCBએ એક્સપ્રેસ-વે પરથી દારૂ ભરેલી ટ્રક પકડી:રૂ. 2.76 લાખનો વિદેશી દારૂ અને બિયર જપ્ત, દારૂ ભરાવનાર સહિત ત્રણની ધરપકડ

    9 hours ago

    નવસારી LCBએ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે રૂ. 2.76 લાખનો દારૂ અને બિયર સહિત કુલ રૂ. 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે. LCBના ASI લલિત અશોકભાઈ અને પો.કો. તાહિરઅલી શાહબુદ્દીનને બાતમી મળી કે, GJ-12-CV-5558 નંબરની આઇશર ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ટ્રક ગણદેવી તરફ જઈ રહ્યો છે. આથી LCB ટીમે એક્સપ્રેસ-વે ટોલનાકાની ઉત્તરે નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકીને તલાશી લેવાતા તેમાંથી 1200 બોટલો/ટીન વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા, જેની કિંમત રૂ. 2,76,000/- છે. પોલીસે ટ્રક ચાલક મજીદ લોદરા, ક્લીનર હર્ષદ મંગેર અને દારૂ ભરાવનાર રણજીતસિંહ સોઢાની ધરપકડ કરી હતી. આ કેસમાં મુંબઈના સુનિલકુમાર અને કચ્છના જીગર મોહનલાલ વડોર સહિતના વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ, રૂ. 10 લાખની ટ્રક અને રૂ. 15,000ના ત્રણ મોબાઈલ ફોન છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કોળી સમાજે 'સામાજિક જીવન સહાય યોજના' શરૂ કરી:પરિવારના મોભીના અવસાન પર સભ્યો દ્વારા 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરાશે, યુવાનોની અનોખી પહેલ
    Next Article
    ગુજરાત શિક્ષણ સેવામાં મોટો ફેરફાર: વર્ગ-2ના 63 અધિકારીઓની બદલી:CERT સહિતની જગ્યાએ કામગીરી સોંપવામાં આવી, નવી નિમણૂકોનો તાત્કાલિક અસરથી અમલ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment