Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત શિક્ષણ સેવામાં મોટો ફેરફાર: વર્ગ-2ના 63 અધિકારીઓની બદલી:CERT સહિતની જગ્યાએ કામગીરી સોંપવામાં આવી, નવી નિમણૂકોનો તાત્કાલિક અસરથી અમલ કરાશે

    8 hours ago

    ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના કુલ 63 અધિકારીઓ અને આચાર્યોની બદલી તથા કામગીરીમાં ફેરફાર કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા. 8 ઓક્ટોબર, 2026ના આદેશ મુજબ નવી નિમણૂકોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. આ બદલીમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, મોડેલ સ્કૂલોના આચાર્યો, નાયબ જિલ્લા શિક્ષણાધિકારીઓ તેમજ શિક્ષણ નિરીક્ષકોનો સમાવેશ થાય છે. કેટલાક અધિકારીઓને એક સ્થળેથી અન્ય શાળામાં આચાર્ય તરીકે મુકવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને જિલ્લા શિક્ષણ કચેરી, GCERT સહિતની જગ્યાએ કામગીરી સોંપવામાં આવી છે. કેટલાક આચાર્યોને GCERT, ગાંધીનગર ખાતે કામગીરી ફેરફારથી મુકવામાં આવ્યા છે. અનેક અધિકારીઓને જિલ્લા શિક્ષણાધિકારી/નાયબ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં નવી જવાબદારી સોંપાઈ છે. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને મોડેલ સ્કૂલોમાં પણ આચાર્યોની બદલી કરવામાં આવી. શિક્ષણ વિભાગના આદેશમાં જણાવ્યા મુજબ, વહીવટી અનુકૂળતાને ધ્યાને રાખીને આ તમામ બદલી/કામગીરી ફેરફારના હુકમો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ હાજર થઈને કામગીરી સંભાળવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં LCBએ એક્સપ્રેસ-વે પરથી દારૂ ભરેલી ટ્રક પકડી:રૂ. 2.76 લાખનો વિદેશી દારૂ અને બિયર જપ્ત, દારૂ ભરાવનાર સહિત ત્રણની ધરપકડ
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર 'સસ્તું સોનું'ની જાળ બિછાવનાર 5 પકડાયા:ભુજમાં દરોડા દરમિયાન 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment