Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મામાં LCBએ 2.74 લાખનો દારૂ ઝડપ્યો:કાર ચાલક ફરાર, 7.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના બે અલગ-અલગ કિસ્સામાં કુલ રૂ. 11.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખેડબ્રહ્મા નજીકથી LCBએ રૂ. 7.04 લાખનો દારૂ અને કાર ઝડપી પાડી હતી, જ્યારે પ્રાંતિજ પોલીસે રૂ. 4.93 લાખનો દારૂ અને કાર જપ્ત કરી હતી. બંને કિસ્સામાં કાર ચાલકો ફરાર થઈ ગયા હતા. ખેડબ્રહ્મા તાલુકાના નાડા ગામ નજીક LCBની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. કેનાલ રોડ પરથી પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈ-20 કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને કારને ઝડપી પાડી હતી. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2,74,560ની કિંમતની વિદેશી દારૂ અને બિયરની 11 પેટીઓમાંથી કુલ 1152 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 4,30,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 7,04,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા આરોપીઓમાં કાર ચાલક પીરો ઉર્ફે પ્રવીણભાઈ કાન્તીભાઈ ડામોર (રહે. ચોકલી, જાડોલ, ઉદેપુર, રાજસ્થાન), કારમાં ચાલક પાસે બેઠેલો અજાણ્યો ઈસમ અને રાજસ્થાનમાં દૈયા નજીક બુજા ઠેકાવાળો (દારૂનો જથ્થો ભરી આપનાર)નો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, પ્રાંતિજ પોલીસે નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી ગાંધીનગર જતી હ્યુન્ડાઈ આઈ-20 કાર અંગે બાતમી મેળવી હતી. પોલીસે કમાલપુર બ્રિજ, સાદોલિયા કેનાલ અને લાકડિયા પુલ નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી રૂ. 1,63,258ની કિંમતની વિદેશી દારૂની 102 બોટલો જપ્ત કરી હતી. રૂ. 3,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 4,93,258નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફરાર કાર ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માવઠા બાદ હવે આકરો બફારો અકળાવશે:ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનો પારો 40°Cને પાર, રાજકોટ 42.9°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
    Next Article
    બોગસ ડિગ્રીથી નોકરી: મહિલાને 3 વર્ષની કેદ:નવસારી કોર્ટે 2009ના કેસમાં ચુકાદો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment