Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ ડિગ્રીથી નોકરી: મહિલાને 3 વર્ષની કેદ:નવસારી કોર્ટે 2009ના કેસમાં ચુકાદો આપ્યો

    9 hours ago

    નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. વર્ષ 2009માં નોંધાયેલા આ કેસમાં અદાલતે આરોપી મહિલાને દોષિત ઠેરવી ચુકાદો આપ્યો. કેસની વિગત મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રાગામની રહેવાસી રાજીબેન પરબતભાઇ બોરખતરીયાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં વિદ્યાસહાયક તરીકેની ભરતી માટે અરજી કરી હતી. રાજીબેને બૃહદ ગુજરાત સંગીત સમિતિનું 'સંગીત વિશારદ' (બી.એ. પદવી) વર્ષ 2006માં પ્રથમ પ્રયત્ને પાસ કર્યું હોવાના બનાવટી ગુણપત્રક અને સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે વિદ્યાસહાયક તરીકેની નિમણૂંક મેળવી હતી. જોકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા શંકાસ્પદ દસ્તાવેજોની ખરાઈ કરવા માટે બૃહદ ગુજરાત સંગીત સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું કે રાજીબેને રજૂ કરેલા પ્રમાણપત્રો તદ્દન ખોટા અને બનાવટી હતા. આ કૌભાંડ બહાર આવતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું. આ કેસ નવસારીની અધિક જ્યુ. મેજીસ્ટ્રેડ ફસ્ટ ક્લાસ કોર્ટમાં ચાલ્યો, જ્યાં સરકારી મદદનીશ વકીલ ડો. સ્મિતા પ્રજાપતિએ દલીલો અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. ન્યાયાધીશ એસ.એચ. ચાવડાએ સરકારી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રાજીબેન બોરખતરીયાને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા. તેમને ત્રણ વર્ષની સખત કેદ અને રૂા. 5,000ના દંડનો હુકમ કરવામાં આવ્યો. આ કેસમાં અન્ય એક સહ-આરોપી મનીષકુમાર શંભુભાઈ રાછડિયાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હોવાથી તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મામાં LCBએ 2.74 લાખનો દારૂ ઝડપ્યો:કાર ચાલક ફરાર, 7.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    Sridhar Vembu Calls For Re-Elections In Tamil Nadu With "No Cash For Votes"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment