Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માવઠા બાદ હવે આકરો બફારો અકળાવશે:ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનો પારો 40°Cને પાર, રાજકોટ 42.9°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

    7 hours ago

    રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળેલા વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયું છે. માવઠાની અસર ઓસરતાની સાથે જ સૂર્યદેવતાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે હવે આકરો ઉનાળો શરૂ થયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજકોટમાં સૌથી વધુ ગરમી, અનેક શહેરોમાં પારો 40ને પાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 42.9°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે. હવે વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે. આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં હવામાન મુખ્યત્વે સૂકું (Dry Weather) રહેશે. જે જિલ્લાઓમાં વાવાઝોડા અને પવનની ચેતવણી હતી, ત્યાં હવે પવનની ગતિ સામાન્ય થઈ છે, પરંતુ તેની સામે તાપમાનમાં વધારો થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો માર તાપમાન વધવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો પણ વધ્યો છે. સુરત, દમણ અને વેરાવળ જેવા વિસ્તારોમાં તાપમાન ભલે 40°Cથી નીચે હોય, પરંતુ ભેજને કારણે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે. ખેડૂતો અને નાગરિકો માટે સૂચના છુટા-છવાયા સ્થળોએ હજુ પણ વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો કેરીના ઉતારા અને ઉનાળુ પાકની લણણી સાવઘાની સાથે કરે. સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી બપોરના સમયે લોકોએ સીધા તડકાથી બચવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    BTech Civil in Hindi Language: This MP engineering college is offering admissions from 2026‑27 cycle
    Next Article
    ખેડબ્રહ્મામાં LCBએ 2.74 લાખનો દારૂ ઝડપ્યો:કાર ચાલક ફરાર, 7.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment