Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBએ 2.72 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:બાકોર પાસે ગાડીઓ સહિત 19.61 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ઝડપાયા

    12 hours ago

    મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2.72 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ગાડીઓ સહિત કુલ 19.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. LCBની ટીમ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દારૂબંધીની વોચ અને તપાસ કરી રહી હતી, પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહને બાતમી મળી કે, એક સફેદ મહિન્દ્રા TUV ગાડીમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો ભર્યો છે. આ દારૂ ભરેલી કારની આગળ ગ્રે કલરની મારુતિ સુઝુકી XL6 કારમાં બે લોકો પાયલોટિંગ કરી રહ્યા હતા. જે કાર બાબલિયા તરફથી લુણાવાડા તરફ હાઈવે રોડ પર જવાની હતી. આ બાતમીના આધારે પોલીસે ખુટેલાવ ગામના ત્રણ રસ્તા પાસે મોડાસા-ગોધરા હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યારે મારુતિ સુઝુકી XL6 કાર અને તેની પાછળ સફેદ મહિન્દ્રા TUV કાર આવતા, ખાનગી વાહનોથી રોડ પર આડાશ કરીને બંને વાહનોને રોકી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા. બંને ગાડીઓને પંચો રૂબરૂ તપાસ કરતા, મહિન્દ્રા TUV ગાડીમાં પાછળ નીચેના ભાગે ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના પ્લાસ્ટિકના ટેટ્રા પેક કુલ 838 નંગ મળી આવ્યા હતા. જેની કિંમત 2,72,350 રૂપિયા હતી. દારૂ સહિત કુલ 19,61,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપીઓના નામ
    Click here to Read More
    Previous Article
    સાસરીયાએ પરિણીતા પાસે અમદાવાદમાં બંગલો-ફ્લેટની માંગણી કરી:પરિણીતાને ત્રાસ, મારઝૂડ અને ગર્ભપાત માટે દબાણ કર્યું, પતિ સહિત 5 સામે ફરિયાદ
    Next Article
    'ભાજપે ભુલવું ન જોઈએ કે અમે માર પણ ખાધો છે':'યુવાનોને આગળ લાવવા વડીલોને ન ભૂલવા જોઈએ'; પક્ષ દ્વારા અવગણના થતાં પૂર્વ મેયર ફરી નારાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment