Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપે ભુલવું ન જોઈએ કે અમે માર પણ ખાધો છે':'યુવાનોને આગળ લાવવા વડીલોને ન ભૂલવા જોઈએ'; પક્ષ દ્વારા અવગણના થતાં પૂર્વ મેયર ફરી નારાજ

    12 hours ago

    ભાવનગર ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ૨૫ ઈ-બસના લોકાર્પણ અને સાતમ-આઠમના લોકમેળા જેવા મહત્વના કાર્યક્રમોમાં આમંત્રણ ન મળતા પૂર્વ મેયર ભરત બારડે સંગઠનના પદાધિકારીઓ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પાર્ટી માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. સ્થાનિક સંગઠન પરાણે સ્ટેજ પર બેસાડતું હોય તેવો અનુભવ ભરત બારડે જણાવ્યું કે શહેર માટે ૨૫ ઈ-બસો લાવવામાં તેમનો મહત્વનો ફાળો હોવા છતાં લોકાર્પણમાં તેમને બોલાવવામાં આવ્યા નહોતા. લોકમેળાનું પણ આમંત્રણ કાર્ડ ન અપાતાં તેમણે સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રમુખ તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે, પરંતુ સ્થાનિક સંગઠન તેમને પરાણે સ્ટેજ પર બેસાડતું હોય તેવો અનુભવ કરાવી રહ્યું છે. પાર્ટી માટે સહેલા દુઃખ અને વરિષ્ઠોના સન્માનની માગ પોતાનો ભૂતકાળ યાદ કરતાં પૂર્વ મેયર ઉમેર્યું કે ૧૯૯૦ના દશકમાં પાર્ટી માટે અનેક માર ખાધા છે જેના નિશાન આજે પણ શરીરે છે. ૨૦૦૧ના કોમી રમખાણોમાં પોતાની સગ્ગી બહેનના અવસાન સમયે પણ તેમણે કાર્યકર્તા તરીકે ફરજ બજાવી હતી. સરકારે અને સંગઠને યુવાનોને આગળ કરવાની નીતિ અપનાવી તે યોગ્ય છે, પરંતુ ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને જિંદગી ખપાવી દેનારા વરિષ્ઠ કાર્યકર્તાઓને ભૂલવા ન જોઈએ.
    Click here to Read More
    Previous Article
    LCBએ 2.72 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:બાકોર પાસે ગાડીઓ સહિત 19.61 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપી ઝડપાયા
    Next Article
    Duleep Trophy Final Live Streaming, East Zone vs South Zone: Where To Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment