Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિંગ રોડ પર સરાજાહેર જુગાર રમતા સાત ઝડપાયા:LCBની ટીમે જુગારનું સાહિત્ય-રોકડા રૂ.25,800 કબજે કરી, ઘોઘારોડ પોલીસમાં ગુનો દાખલ

    14 hours ago

    ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસ એક્શનમાં જોવા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રિંગ રોડ પર જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે દરોડો, સાત શખસ ઝડપાયા રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે રિંગ રોડ પર આવેલા લીલા ઉડાનના ગેટ પાસે કેટલાક શખ્સો જાહેરમાં પૈસાની હારજીત પર તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા સાતેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે વિપુલ મનસુખભાઈ જોશી, સુરેશ ભુપતભાઈ રાઠોડ, જીતુ જયંતિભાઈ જાદવ, દેવરાજ અશોકભાઈ સાંકળિયા, પ્રવીણ મેરુભાઈ વાઘેલા, હરેશ ઉર્ફે તપેલી જીવભાઈ બારૈયા અને યોગેશ બાલાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી જુગાર રમવાનું સાહિત્ય અને રોકડ રૂપિયા 25,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓને ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આ મામલે ઘોઘારોડ પોલીસે સાતેય આરોપીઓ સામે જુગારધારા એક્ટની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ:14 દિવસમાં ત્રણ બાળકોના મોત, એક મૃતકનો રિપોર્ટ પોઝિટિવ; હજી પણ બે સારવાર હેઠળ
    Next Article
    વલસાડમાં કારમાંથી દારૂ ઝડપાયો:કારના સ્ટેપની નીચે છુપાવેલી 192 દારૂની બોટલ જપ્ત, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment