Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 14 વર્ષના બાળકનું મોત, પરિવારનું હૈયાફાટ રૂદન:બાળકના પિતા ન આવે ત્યાં સુધી મૃતદેહ લઈ જવા પરિવારનો ઈન્કાર, મામાએ સ્ટ્રેચર પકડી રાખ્યું

    2 days ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં ફસાઈ જવાથી 14 વર્ષના અંશુ ભગેલનું નીપજ્યું છે. અંશુ સ્કૂલથી ઘરેથી પરત ફર્યા બાદ ટ્યૂશન ક્લાસમાં જતી વખતે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. અંશુ ભગલે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલથી ઘરે આવીને બેગ મૂકી રંગોળીનગર ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ કરૂણ ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. ઘણા સમયથી લિફ્ટ ખરાબ હોવાની રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન કરતાં આ દુર્ઘટના બની હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બાળકના મોત બાદ ઘટનાસ્થળની ત્રણ તસવીરો લિફ્ટ ચાલુ-ખરાબ થયા છે તો કોઈની જવાબદારી: અંકિત ભગેલ મૃતક બાળકના કાકા અંકિત ભગેલે જણાવ્યું હતું કે, અહીં બિલ્ડરની કમી છે. અહીં લિફ્ટ ચાલુ-ખરાબ થયા છે તો કોઈની જવાબદારી નથી. મારો ભત્રીજો હતો. તેના પિતા બહાર ગયા છે જ્યાં સુધી તેના પિતા નહીં આવે ત્યાં સુધી અમે બોડીને બહાર નહીં જવા દઇએ. પોલીસવાળા કહે છે પીએમ કરાવવા માટે જવા દો. ત્યાર પછી એફઆઇર અને કેસ વગેરે કરો. બિલ્ડરની સામે જ ઓફિસ છે. આ ઘટનાની તેને ખબર પડી તો તે ઓફિસ છોડીને કેમ જતો રહ્યો છે. તેમની કોઈ જવાબદારી છે કે નહીં. વધુમાં જણાવ્યું હતું કે, આ લિફ્ટ દરરોજ, દર અઠવાડિયે ખરાબ થયા છે. તમે ઉપર જઈને જુઓ કેવી રીતે છે. મને ખબર નથી કે રમવા જતો હતો કે નહીં. હું ગાંધીનગરમાં ગાડી ચલાવતો હતો. મને મારી વાઈફનો ફોન આવ્યો તમે ફટાફટ ઘરે આવી જાઓ. તેને સ્કૂલ જવાનું હતું કે આવવાનું હતું તે ખબર નહોતી. તેનો યુનિફોર્મ નથી અત્યારે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 3200થી વધુ લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો:તિથલના દરિયાકાંઠે સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો, શીશપાલજીએ યોગને જીવનનો હિસ્સો બનાવવા કહ્યું
    Next Article
    બાંગ્લાદેશમાં સૌથી મોટું વીજ સંકટ:પાકિસ્તાન અવરોધ બન્યું, ન્યુક્લિયર ફ્યુઅલ લઈ જતી રશિયન ફ્લાઇટને પોતાનું એરસ્પેસ આપ્યું નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment