Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 45મી જગન્નાથ રથયાત્રા માટે તંત્ર સજ્જ:પોલીસ કમિશનરે સુરક્ષાને લઈને ઇસ્કોન મંદિરમાં બેઠક યોજી, CPએ કહ્યું: 'સમગ્ર રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ અને સ્કેનિંગ શરૂ કરાયું, અસામાજિક તત્વો પર નજર રખાઈ રહી છે'

    12 hours ago

    વડોદરામાં 16 જુલાઈએ ઇસ્કોન મંદિર દ્વારા યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની 45મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે તૈયારીઓ તેજ કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા, રૂટ નિરીક્ષણ, વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને અન્ય જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ પણ વડોદરાવાસીઓને રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 45મી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈને ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિઓ તથા અધિકારીઓની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાની થતી અગાઉથી તૈયારીઓ, સુરક્ષા વ્યવસ્થાઓઅને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ અંગે ઓલરેડી ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કો-ઓર્ડિનેશન આંતર-વિભાગીય સંકલન બેઠકનું આયોજન થઈ ચૂક્યું છે. આ સાથે જ સમગ્ર રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ અને સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સ્કેનિંગ શરૂ કરી દેવાયું છે. કેટલાક જરૂરી ઇન્ટરવેન્શન્સ કરવામાં આવી રહ્યા છે. અસામાજિક તત્વો અને ડિસ્રપ્ટિવ એલિમેન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તેઓએ ઉમેર્યું હતું કે, આવતા દિવસોમાં આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સંબંધિત પ્રવૃત્તિઓને વધુ સક્રિયપણે હાથ ધરવામાં આવશે. ઇસ્કોન મંદિર તરફથી અને અન્ય વિભાગો તરફથી જે કરવાની થતી તૈયારીઓ છે, તે પણ સંકલનમાં રહીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજની બેઠકમાં જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય તમામ સંકલિત વિભાગો તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, 16 તારીખે યોજાનારી રથયાત્રામાં શહેરના નાગરિકોને સરળતાથી દર્શનનો લાભ મળે અને સમગ્ર યાત્રા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, વડોદરામાં ભગવાન શ્રી જગન્નાથજીની 45 મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. રથયાત્રાના સંદર્ભમાં ઇસ્કોન મંદિરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ, બંને જોઇન્ટ સીપી, ડીસીપી,, એસીપી અને સંબંધિત પીઆઈ હાજર રહ્યા હતા. આ સિવાય વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે. પોલીસ તંત્ર અને પ્રશાસન સંપૂર્ણ રીતે ચુસ્ત અને સજ્જ છે. પોલીસ કમિશનરે સુરક્ષાને લઈને પૂરો ભરોસો આપ્યો છે. કેટલાક નવા અધિકારીઓ આવ્યા હોવાથી તેઓ વારંવાર રૂટ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા એક સંસ્કારી નગરી છે અને અહીંના લોકો હંમેશા ઉત્સાહી હોય છે. હું તમામ વડોદરાવાસીઓને નમ્ર વિનંતી કરું છું કે તેઓ આ રથયાત્રામાં પધારે, ભગવાન જગન્નાથજીના દર્શન કરે અને રથ ખેંચીને પુણ્યનું ભાથું બાંધે. રથયાત્રા પૂર્ણ થયા બાદ, સાંજે 5:30 વાગ્યાથી ઇસ્કોન મંદિરમાં તમામ ભક્તો માટે ભગવાન જગન્નાથજીના જાહેર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક નાગરિકોને પ્રસાદ લેવા માટે પણ ભાવભર્યું આમંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    Despite ‘major challenge’ of US tariffs, India’s seafood export hits all-time high
    Next Article
    હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ:14 દિવસમાં ત્રણ બાળકોના મોત, એક મૃતકનો રિપોર્ટ પોઝિટિવ; હજી પણ બે સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment