Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીને લઇને ભાવનગર LCB એક્શન મોડમાં:24 કલાકમાં 2700 કિ.મી.નું અંતર કાપી ફરાર થયેલા 4 આરોપીને દબોચી લેવાયા

    13 hours ago

    સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇને ભાવનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ગાળિયો કસ્યો છે. ભાવનગર એલ.સી.બી.એ છેલ્લા ચોવીસ કલાકમાં 2700 કિ.મી. જેટલું અંતર કાપીને સત્તરથી વધુ વર્ષથી ફરાર થયેલા જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને ભાવનગર પોલીસે દબોચી લીધા છે. ભાવનગર પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુધી પહોંચવા સફળતા મળી છે. ભાવનગરના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશન, સગીરાનું અપહરણ તેમજ સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને અનેક વર્ષોથી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર એલ.સી.બી. પોલીસે ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે જુદી જુદી ચાર ટીમો બનાવી વીસેક જેટલા પોલીસ કર્મચારીઓ મહારાષ્ટ્રના નાસીક, મધ્યપ્રદેશ, ચીખલી અને ગઢડા ખાતે જઇને ચાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલ હેમલ કાંતિલાલ ભટ્ટ (રહે. ચમારડી, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) ને મહારાષ્ટ્રના નાસીક ખાતેથી તેમજ પ્રોહીબીશનના ગુનામાં સત્તર વર્ષથી ફરાર નાનાજી ઉર્ફે તાનાજી ભદુરભાઇ રોઝ (રહે. રૂપાખેડા ગામ, માળી ફળિયું, કંજવાણી આઉટ પોસ્ટ, રાણપુર)ને મધ્યપ્રેદશ ખાતેથી અને દુદારામ ઉર્ફે મહાવિર મારવાડી (રહે.રાધેકૃષ્ણ મંદિર પાસે, તા.વાલોદ, જી.તાપી)ને નવસારીના ચીખલી ખાતેથી ઝડપી લીધો હતો. તદ્દઉપરાંત સગીરાના અપહરણ કેસમાં વિક્રમભાઇ સોમાભાઇ નાયક (રહે.અભરામ પટેલના મુવાડા તા.જી.ગોધરા) ને ઝડપી લીધા હતા. વેશપલ્ટો અને ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપી લીધા ભાવનગર પોલીસે મધ્યપ્રેદશના આરોપીને પકડી પાડવા માટે થઇને વેશપલ્ટો ધારણ કર્યો હતો જેમાં પોલીસે સાયકલ ચલાવી મજુરનો વેશ ધારણ કર્યો હતો તેમજ મહારાષ્ટ્રના નાસીક ખાતેથી આરોપીને પકડવા માટે થઇને ફિલ્મી સ્ટાઇલે ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર:આ વર્ષે ગુજરાતભરમાં ધોરણ 1 અને 2માં વાર્ષિક પરિણામપત્રકને બદલે છાત્રોને પ્રોગ્રેસ કાર્ડ અપાશે
    Next Article
    પાર્કિન્સન દિવસ વિશેષ:પાર્કિન્સનના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં 8 %વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment