Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ચિકન સેન્ટરની આડમાં દારૂની ફેક્ટરી:LCBએ આમલીપાડા ગામે બનાવતો નકલી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો, 2 પકડાયા, મુખ્ય સૂત્રધાર સિકંદર સહિત 4 વોન્ટેડ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને પગલે તાપી જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે ઝુંબેશ તેજ કરી છે. આ અંતર્ગત તાપી ક્રાઈમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આમલીપાડા ગામમાં ધમધમતી નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન 5,14,403 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે શખસોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે. ચિકન સેન્ટરની પાછળ ચાલતું હતું નેટવર્ક પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે બસ સ્ટેન્ડ ફળિયામાં આવેલા 'SK ચિકન સેન્ટર' અને તેની પાછળના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. આ નેટવર્ક સોનગઢના બુટલેગર સિકંદર શાંતુ ગામીત અને તેની પત્ની સુમિત્રા દ્વારા સંચાલિત હતું. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પતરાના શેડમાં બે શખસ પ્લાસ્ટિકની બોટલોમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરી રહ્યા હતા. સ્થળ પરથી સ્પિરિટ, આલ્કોહોલ, ખાલી બોટલો તેમજ જાણીતી બ્રાન્ડ 'રોયલ સ્ટેગ' વ્હિસ્કીના નકલી સ્ટીકરો અને બુચ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો પોલીસે દરોડા દરમિયાન વિવિધ સામગ્રી જપ્ત કરી છે: બે આરોપીની ધરપકડ, ચાર ફરાર આ મામલે પોલીસે દુર્ગાશંકર ઉદેલાલ ખટીક (રહે. પાંડેસરા, સુરત; મૂળ રાજસ્થાન) અને કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયા (રહે. ઉમરા, સુરત)ની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સિકંદર શાંતુ ગામીત, તેની પત્ની સુમિત્રા અને અન્ય ચાર શખસો હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તાપી LCBના PI ડી.એસ. ગોહિલ અને પેરોલ ફ્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:1961 બૂથ પર 15000થી વધુ સ્ટાફ તૈનાત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    રાજકોટના 1014 મતદાન મથકો પર EVM ડિસ્પેચિંગ:26મી એપ્રિલે પહેલા મતદાન, પછી બીજા કામ કરવાની કલેક્ટરની અપીલ, પોલિંગ સ્ટેશન પર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment