Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 1014 મતદાન મથકો પર EVM ડિસ્પેચિંગ:26મી એપ્રિલે પહેલા મતદાન, પછી બીજા કામ કરવાની કલેક્ટરની અપીલ, પોલિંગ સ્ટેશન પર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ

    2 days ago

    રાજકોટમાં 26 એપ્રિલના મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે 25 એપ્રિલે EVM ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. જેમાં 1014 મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ દ્વારા બસમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વિરણી હાઇસ્કુલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર પર જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ પહોંચ્યા હતા. તેમણે લોકોને પહેલા મતદાન અને પછી બીજા બધા કામ કરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને વહેલી સવારમાં જ મતદાન કરવાની સલાહ આપી હતી જેથી બપોરે તડકાને સમયે કોઈ મુશ્કેલી ન થાય. ઉનાળાના આકરા તાપને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો ઉપર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, 26 એપ્રિલના મતદાનના એક દિવસ પૂર્વે ઇવીએમ અને મતદાનલક્ષી સાહિત્ય ડિસ્પેચ કરવામાં આવ્યું છે. આજે મહાનગરપાલિકાના તમામ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તમામ ઇવીએમ અને સાહિત્ય મતદાન મથક પર પહોંચાડવામાં આવી રહ્યું છે મતદાન મથકો ઉપર પણ મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીની સુવિધા ની સાથે મેડિકલ કીટ અને ઓઆરએસની વ્યવસ્થાપન કરવામાં આવી છે. રાજકોટ વાસીઓને અપીલ છે કે લોકશાહીના ઉત્સવને ખૂબ જ સારી રીતે મનાવીએ. "પહેલા મતદાન અને પછી બીજા કામ"ના ધ્યાનમાં રાખીને સવારે સાત વાગ્યે જ મતદાન કરી દઈએ. સવારે તડકો શરૂ થાય તે પહેલા જ તમામ લોકોએ મતદાન કરી દેવું જોઈએ. બપોરે મતદાન કરવા જવું પડે તો પણ તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ પાર્ટીઓ ત્યા રહેવાની છે. જેથી લોકોને ફરી એક વખત અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ પર્વને ખૂબ જ સારી રીતે મનાવીએ
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં ચિકન સેન્ટરની આડમાં દારૂની ફેક્ટરી:LCBએ આમલીપાડા ગામે બનાવતો નકલી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો, 2 પકડાયા, મુખ્ય સૂત્રધાર સિકંદર સહિત 4 વોન્ટેડ
    Next Article
    રેન્જ IG નિર્લિપ્ત રાય જામનગર ચૂંટણી સુરક્ષા સંભાળશે:સંવેદનશીલ વિસ્તારોમાં ભયમુક્ત મતદાન માટે ખુદ પેટ્રોલિંગ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment