Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:1961 બૂથ પર 15000થી વધુ સ્ટાફ તૈનાત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી EVM અને VVPAT સાથે પોલિંગ તથા પોલીસ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન થાય તે સુનિશ્ચિત કરવા તંત્ર સજ્જ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 પૈકી 47 બેઠકો, તાલુકા પંચાયતની 240 પૈકી 231 બેઠકો અને ત્રણ નગરપાલિકાઓની 116 પૈકી 103 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 1961 મતદાન બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. આ બૂથ પર 106 પ્રિસાઇડિંગ ઓફિસર, 15,000થી વધુ પોલિંગ સ્ટાફ, 35 ચૂંટણી અધિકારી અને 81 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બનાસકાંઠા પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં 4 DYSP, 32 PI, 42 PSI, 1517 સિવિલ પોલીસકર્મી, 200થી વધુ SRPF જવાનો, 300 LRD જવાનો અને 2400 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. સુરક્ષા માટે 200 જેટલા બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા રૂટ પેટ્રોલિંગ સહિત સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
    Click here to Read More
    Previous Article
    Tiger, leopard and cheetah spotted together in Ranthambore: Why a conservationist calls it a ‘rare’ wildlife moment
    Next Article
    સોનગઢમાં ચિકન સેન્ટરની આડમાં દારૂની ફેક્ટરી:LCBએ આમલીપાડા ગામે બનાવતો નકલી ઇંગ્લિશ દારૂ ઝડપ્યો, 2 પકડાયા, મુખ્ય સૂત્રધાર સિકંદર સહિત 4 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment