Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં નકલી સોનાના બિસ્કિટ સાથે ત્રણ ઝડપાયા:LCBએ સોશિયલ મીડિયા ઠગાઈનો પર્દાફાશ કર્યો

    1 day ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ભુજ શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સસ્તા ભાવે નકલી સોનાના બિસ્કિટ વેચવાની લાલચ આપી લોકોને ફસાવવાનો પ્રયાસ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ બનાવી સસ્તા ભાવે સોનાના બિસ્કિટ ઉપલબ્ધ હોવાની જાહેરાતો કરતા હતા. તેઓ લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. આ અંગે માહિતી મળતા LCBની ટીમે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં ભુજના શાજીદ કરીમ મલેક (ઉંમર 36), સોહીલ અબ્દુલ કેવર (ઉંમર 20) અને આદમ મહેમુદ કકલ (ઉંમર 20)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન, ચાર નકલી સોનાના બિસ્કિટ, એક એક્ટિવા સ્કૂટર અને એક પલ્સર મોટરસાઇકલ સહિત કુલ રૂ. 2.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વધુ લોકોને નિશાન બનાવવાની તૈયારીમાં હતા. પોલીસે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનના ડેટાની તપાસ શરૂ કરી છે. આનાથી અન્ય કોઈ વ્યક્તિ આ ગેંગનો ભોગ બની છે કે કેમ અને આ કાવતરામાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ માહિતી મળશે.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટે બે ફેક્ટરી માલિક સામેની ફરિયાદ રદ કરી:કોવિડ લોકડાઉનમાં પોલીસે 104 મજૂરો ભરેલું કન્ટેનર ઝડપ્યું હતું, બંને અરજદારોના 18 મજૂરો ઉત્તરપ્રદેશ જતા'તા
    Next Article
    કેશોદ કોર્ટે સજા ફટકાર્યા બાદ પણ પોલીસે આરોપીને જવા દીધો:ભરણપોષણ કેસમાં વોરંટ ગોલમાલ બદલ DYSP, PI સહિત ત્રણ સામે કાર્યવાહી, FIRનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment