Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદ કોર્ટે સજા ફટકાર્યા બાદ પણ પોલીસે આરોપીને જવા દીધો:ભરણપોષણ કેસમાં વોરંટ ગોલમાલ બદલ DYSP, PI સહિત ત્રણ સામે કાર્યવાહી, FIRનો આદેશ

    1 day ago

    કેશોદની કોર્ટે ભરણપોષણના કેસમાં વોરંટની બજવણીમાં ગોલમાલ કરવા બદલ પોરબંદરના હેડક્વાર્ટર DYSP, કુતિયાણાના PI અને એક હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. કુતિયાણાના ખૂનપુર ગામના એક શખસે ભરણપોષણ ન ચૂકવતા કેશોદની કોર્ટે તેને સજા ફટકારી હતી. આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર હોવાના સી.સી.ટી.વી. પુરાવા મળ્યા હોવા છતાં, પોલીસ અધિકારીઓએ તેને જેલ હવાલે કરવાને બદલે અગમ્ય કારણોસર જવા દીધો હોવાનો આરોપ છે. કુતિયાણાના ખૂનપુરના અરજદાર માયાબેન કાનજી મકવાણાએ તેમના પતિ રણછોડ રાયમલ વિરમગામા વિરુદ્ધ ભરણપોષણ વસૂલવા માટે માળિયાહાટીના કોર્ટમાં અરજી કરી હતી, જે આંશિક રીતે મંજૂર થઈ હતી અને માસિક રૂ. 2000 ચૂકવવાનો આદેશ થયો હતો. આ કેસ બાદમાં કેશોદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. ભરણપોષણના કેસમાં બે વર્ષ જેટલો સમય વીતી જવા છતાં કુતિયાણા પોલીસે સજા વોરંટની બજવણી કરી ન હતી. આ બેદરકારી બદલ કેશોદની કોર્ટે 17મી જૂન 2026ના રોજ પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાને પણ કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જોકે, જિલ્લા પોલીસવડાનો તા. 10/7/26નો ખુલાસા અહેવાલ પણ અદાલતે નામંજૂર કર્યો હતો. કેશોદ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પી.એચ. સિંહે કુતિયાણા પોલીસ સ્ટેશનના PI એમ.ડી. વાળા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા અને પોરબંદર મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં BNS 2023 અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવવાનો ઐતિહાસિક આદેશ કર્યો છે. અદાલતે તેના હુકમની નકલ રાજ્યના ડી.જી.પી. અને જૂનાગઢના રેન્જ આઈ.જી.ને પણ મોકલવા સૂચના આપી છે. PI એમ. ડી.વાળા અને હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા વિરુધ્ધ ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થશે. જેમાં આ કેસમાં કોર્ટના આદેશ મુજબ બી.એન.એસ. 2023ની કલમ 198, 199, 201, 208, 210, 211, 212, 217, 223, 227, 228, 229, 233, 238, 240, 249, 255, 256, 259, 260, 335, 336, 337, 338, 339, 340 તથા 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં નકલી સોનાના બિસ્કિટ સાથે ત્રણ ઝડપાયા:LCBએ સોશિયલ મીડિયા ઠગાઈનો પર્દાફાશ કર્યો
    Next Article
    Vikram-1 Test Flight-1 Launching | ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ|Skyroot| Aagaman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment