Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટે બે ફેક્ટરી માલિક સામેની ફરિયાદ રદ કરી:કોવિડ લોકડાઉનમાં પોલીસે 104 મજૂરો ભરેલું કન્ટેનર ઝડપ્યું હતું, બંને અરજદારોના 18 મજૂરો ઉત્તરપ્રદેશ જતા'તા

    2 days ago

    વર્ષ 2020ના મે મહિનામાં આણંદના ઉમરેઠ પોલીસ મથકે બે ફેક્ટરી માલિકો સામે IPC અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને રદ કરવા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. બે ફેક્ટરી માલિકની હાઇકોર્ટમાં અરજી ને ફરિયાદ રદ કેસની વિગતો જોતા બંને અરજદાર અનુક્રમે સ્ટીલ અને સ્ટેમ્પિંગની ફેક્ટરી ધરાવતા હતા. કોરોના કાળમાં લોકડાઉન હોવાથી કામકાજ લગભગ બંધ થઈ ચૂક્યું હતું. તેથી તેઓ ફેક્ટરીએ પણ જતા નહોતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓ કામદારોને પોતાના વતન જતા રોકે તે પહેલા જ તેઓ રવાના થઈ ગયા હતા. બંને અરજદારોના 18 મજૂરો ઉત્તરપ્રદેશ જતા'તા પોલીસે એક આઇશર કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જેનો ડ્રાઇવર ઉત્તર પ્રદેશનો હતો અને કન્ટેનરના ફેક્ટરી માલિકોનું હતું. આ કન્ટેનરમાંથી 104 મજૂરો ઝડપાયા હતા. જેમાંથી 18 મજૂરો અરજદારોની ફેક્ટરીમાં કામ કરતા હતા. જેઓ ઉત્તર પ્રદેશ જતા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે તેઓ તેમના માલિકના કહેવાથી વતન જતા હતા.
    Click here to Read More
    Previous Article
    મંત્રીજીના ભાઈને માતાજી પંડમાં આવ્યાં!:ધૂણતાં ધૂણતાં સરકાર પર કોપાયમાન, બાવડુંખેચ ધારાસભ્ય વાઇરલ, શહેર પ્રમુખને પકડીને હર્ષ સંઘવીની ફ્રેમમાં સેટ કર્યા
    Next Article
    ભુજમાં નકલી સોનાના બિસ્કિટ સાથે ત્રણ ઝડપાયા:LCBએ સોશિયલ મીડિયા ઠગાઈનો પર્દાફાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment