Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-ડીસા હાઈવે પર ત્રણનાં મોત નિપજાવી ફરાર ટેન્કર ચાલક પકડાયો:પાલનપુર LCBએ 160થી વધુ CCTV તપાસ્યાં; ટેન્કરના નંબરથી પગેરું મળ્યું

    1 day ago

    બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર ત્રણ લોકોના મોત નિપજાવી ફરાર થયેલા ટેન્કરચાલકને પાલનપુર LCBએ પકડી પાડ્યો છે. પોલીસે 160થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસી ટેન્કરનો નંબર શોધી કાઢ્યો હતો. 19 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યે બાદરપુરા ગામના પાટિયા પાસે સફેદ ટેન્કરે CNG રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષાચાલક શ્રવણભાઈ દિનેશભાઈ ભીલ (ઉં.વ.24, રહે. સોતમલા, ડીસા), ચેહરાભાઈ મલુપુરા અને લાસુબેન મલુપુરા (બંને રહે. સાંડીયા, ડીસા)ના મોત થયા હતા. LCB ટીમે તપાસ કરી. CCTV ફૂટેજથી ટેન્કર નંબર GJ-18-BT-8500 અને ચાલક મહેશભાઈ અંબાભાઈ શેખલિયા (રહે. મોટા, પાલનપુર)ની ઓળખ થઈ. ટેન્કર અને ચાલક ગઢ પોલીસને સોંપાયા છે, જ્યાં ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    અડાજણમાં 76 વર્ષીય વૃદ્ધ વેપારીને લૂંટનાર ગેંગ ઝડપાઈ:UPથી મુખ્ય સૂત્રધાર સહિત 4ની ધરપકડ, 3.67 લાખ રિકવર, ગોરખપુરથી માસ્ટરમાઇન્ડ કરણ ભારતી પકડાયો
    Next Article
    જૂથળ ગામે પાણીના બોરમાં લાખોનું કૌભાંડ?:600 ફૂટની જગ્યાએ અડધો જ દાર, TDOએ કહ્યું- 'અમે તો માત્ર બે બોરની મંજૂરી આપી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment