Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂથળ ગામે પાણીના બોરમાં લાખોનું કૌભાંડ?:600 ફૂટની જગ્યાએ અડધો જ દાર, TDOએ કહ્યું- 'અમે તો માત્ર બે બોરની મંજૂરી આપી'

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને પીવાના શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે, સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રની મિલીભગતથી વિકાસ કાર્યોમાં વ્યાપક કૌભાંડો આચરવામાં આવતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આવો જ એક ગંભીર અને ચોંકાવનારો મામલો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જૂથળગામેથી પ્રકાશમાં આવ્યો છે. ગામમાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીની વિકટ સમસ્યા હલ કરવાના બહાને અંદાજે પાંચથી આઠ બોરવેલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ સમગ્ર પ્રોજેક્ટમાં ગેરરીતિઓ આચરી સરકારી પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો હોવાની ફરિયાદો ઉઠી છે. નિયમ મુજબ ઊંડાઈ નહીં, મોટર કે કેબલ વગર માત્ર ખાડા ખોદાયા જૂથળગામમાં સ્થળ પર કરવામાં આવેલી મોટાભાગની બોરવેલ કામગીરીમાં નિર્ધારિત નિયમો અને માપદંડો નેવે મૂકી દેવાયા હોવાનો પર્દાફાશ થયો છે. નક્કી કરાયેલી નિર્ધારિત ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવાને બદલે અડધા અંતરે જ કામ અટકાવી દેવાયું છે. અનેક સ્થળોએ માત્ર ખાડા જ જોવા મળે છે, જ્યાં બોરમાં પાણી ખેંચવા માટે જરૂરી સબમર્સિબલ મોટર કે ગુણવત્તાયુક્ત કેબલ પણ નાખવામાં આવ્યા નથી. એટલું જ નહીં, વીજ જોડાણ (પાવર કનેક્ટિવિટી) ના અભાવે આ બોરવેલ સિસ્ટમ ગ્રામજનો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. અંદાજે ₹20 લાખ જેટલો માતબર સરકારી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ગામ લોકોને ટીપુંય પાણી નસીબ થયું નથી. "કૂવામાં કટકી ન થાય એટલે બોરવેલ પસંદ કરાયા": પૂર્વ સરપંચ જૂથળગામના પૂર્વ સરપંચ ત્રિકમભાઈ કનેરિયાએ આ સમગ્ર મામલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન ગામની કાયમી જળ સમસ્યા ઉકેલવા જૂના કૂવાઓ ઊંડા કરવા અને પાતાળ કૂવો બનાવવા માટે દરખાસ્ત તથા ગ્રાન્ટ મૂકવામાં આવી હતી. કૂવા આધારિત યોજનાઓથી ગામને લાંબા ગાળા સુધી પૂરતું પાણી મળતું રહે છે અને વીજળી કે મોટર બળી જવાના વારંવારના ખોટા ખર્ચ પણ અટકે છે. પરંતુ કૂવાના કામોમાં આર્થિક કટકી કે ટકાવારી થઈ શકે તેમ ન હોવાથી, માત્ર અંગત આર્થિક લાભ ખાટવા માટે પંચાયતના જવાબદારોએ બોર અને મોટરના બિનજરૂરી ખર્ચાળ કામો પસંદ કર્યા હતા. સરકારી નિયમ મુજબ બોરમાં પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તો જ મોટર અને પાઈપલાઈનનો ખર્ચ કરી શકાય, પરંતુ અહીં પાણી વિના જ મોટો ખર્ચ બતાવી દેવાયો છે. 600 ફૂટના બદલે અડધો જ દાર, જવાબદારો સામે કાર્યવાહીની માંગ ગામના જાગૃત રહીશ સુરેશભાઈ ડાકીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ઉનાળાની સીઝનમાં ગામમાં 5થી 8 જેટલા બોરવેલ બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ટેન્ડર અને નિયમ મુજબ 600 ફૂટ દાર કરવાનો હતો, પરંતુ તેની જગ્યાએ માત્ર 300થી 450 ફૂટ સુધી જ ખોદકામ કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ મોટર, વાયરિંગ કે પાવર લાઈન પહોંચાડવામાં આવી જ નથી અને અધૂરા કામો બતાવી પૈસા ચાંઉ કરી લેવાયા છે. ₹20 લાખના આ ભ્રષ્ટાચાર મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરાવી કસૂરવાર સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ફોજદારી કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી છે. TDOએ કહ્યું- “અમે માત્ર બે બોરની મંજૂરી આપી છે” આ ગંભીર વિવાદ અંગે માળિયા હાટીનાના તાલુકા વિકાસ અધિકારી (TDO) દેવાભાઈ કોડિયાતરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જૂથળગામે બોરવેલ કામગીરીમાં ગેરરીતિ અંગે સુરેશભાઈ ડાકી તરફથી સત્તાવાર લેખિત અરજી મળી છે. જોકે સરકારી રેકોર્ડ અને કચેરીની મંજૂરી મુજબ ગામમાં માત્ર બે બોરવેલની જ પરવાનગી અપાઈ હતી અને તે બે બોરના જ બિલ પાસ કરવામાં આવ્યા છે. જો ગામમાં અન્ય કોઈએ વધુ બોર બનાવ્યા હોય કે સ્વખર્ચે કર્યા હોય તો તે પંચાયત કચેરીની સત્તાવાર જાણ બહાર છે અને તેનું કોઈ વધારાનું સરકારી પેમેન્ટ ચૂકવાશે નહીં. આ મામલે અરજદારને સાથે રાખીને સ્થળ પર જઈ ટેકનિકલ ટીમ મારફતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને જો કોઈ સરકારી નાણાંની ગેરરીતિ સામે આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-ડીસા હાઈવે પર ત્રણનાં મોત નિપજાવી ફરાર ટેન્કર ચાલક પકડાયો:પાલનપુર LCBએ 160થી વધુ CCTV તપાસ્યાં; ટેન્કરના નંબરથી પગેરું મળ્યું
    Next Article
    ગુજરાત પશ્ચિમ ભારતનું મોટું ડિજિટલ ગેટવે બનશે:પાટણના યુવા એથિકલ હેકર પાર્થો પંડ્યાની સક્રિય ભૂમિકા;Henox CREST સબમરીન કેબલ નેટવર્કથી યુએઈ, યુરોપ આફ્રિકા સાથે કનેક્ટિવિટી મજબૂત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment