Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પશ્ચિમ ભારતનું મોટું ડિજિટલ ગેટવે બનશે:પાટણના યુવા એથિકલ હેકર પાર્થો પંડ્યાની સક્રિય ભૂમિકા;Henox CREST સબમરીન કેબલ નેટવર્કથી યુએઈ, યુરોપ આફ્રિકા સાથે કનેક્ટિવિટી મજબૂત બનશે

    1 day ago

    ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે 'Henox IT and Data Centers' દ્વારા ‘Henox CREST’ સબમરીન કેબલ નેટવર્ક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ગુજરાતને ભારતના પશ્ચિમ કિનારાના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ડિજિટલ હબ તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટના ગ્રાઉન્ડ લેવલના અમલીકરણમાં પાટણના યુવા એથિકલ હેકર પાર્થો પંડ્યા અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેનાથી સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ રાજ્યભરમાં IT અને AI ક્ષેત્રે મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થશે. હાઇ-સ્પીડ કનેક્ટિવિટી અને 5 કોસ્ટલ કેન્દ્રોનું જોડાણ દેશમાં ઝડપથી વધી રહેલા AI વર્કલોડ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટરોની માંગને સંતોષવા માટે Henox CREST નેટવર્ક દેશના પાંચ મુખ્ય કોસ્ટલ કેન્દ્રો ગુજરાત, મંગલુરુ, કોચી, ચેન્નઈ અને વિશાખાપટ્ટનમને એક ઉચ્ચ ક્ષમતા ધરાવતી કેબલ સિસ્ટમથી જોડશે. આ સિસ્ટમ માત્ર સમુદ્રમાં ફાઇબર કેબલ નાખવા પૂરતી મર્યાદિત ન રહેતાં, લેન્ડ ટેલિકોમ નેટવર્ક અને ડેટા સેન્ટરોને એકસાથે સાંકળીને અતિ ઝડપી અને ઓછી લેટન્સીવાળી કનેક્ટિવિટી પૂરી પાડશે. આનાથી ઉદ્યોગો તેમજ નાણાકીય ક્ષેત્રને મોટો ફાયદો થશે. વૈશ્વિક નેટવર્ક સાથે જોડાણ અને ભવિષ્યનું આયોજન Henox CREST પ્રોજેક્ટ મારફતે ગુજરાતમાંથી ઉપલબ્ધ થનારી ડિજિટલ કનેક્ટિવિટી આગળ જતાં યુએઈ, મધ્ય પૂર્વ, યુરોપ અને આફ્રિકા સુધી વિસ્તરશે, જેથી સ્થાનિક ડેટા સેન્ટરો અને આઈટી કંપનીઓ માટે વૈશ્વિક દ્વાર ખૂલશે. હાલ આ સમગ્ર પ્રોજેક્ટ એન્જિનિયરિંગ વેલિડેશન તબક્કામાં છે અને તેના પૂર્ણ અમલીકરણથી અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે. આ આયોજન સાકાર થતાં ગુજરાત માત્ર વેપાર જ નહીં પરંતુ વૈશ્વિક AI અને ટેકનોલોજી કનેક્ટિવિટી ક્ષેત્રે પણ વિશ્વભરમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરશે.
    Click here to Read More
    Previous Article
    જૂથળ ગામે પાણીના બોરમાં લાખોનું કૌભાંડ?:600 ફૂટની જગ્યાએ અડધો જ દાર, TDOએ કહ્યું- 'અમે તો માત્ર બે બોરની મંજૂરી આપી'
    Next Article
    કોંગ્રેસ દ્વારા "વોટ ચોર જ્ઞાનેશ કુમાર" સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન:ચૂંટણી કમિશ્નરના 10 માથાવાળા પૂતળાની તોડફોડ, કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ખેંચતાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment