Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાજણમાં 76 વર્ષીય વૃદ્ધ વેપારીને લૂંટનાર ગેંગ ઝડપાઈ:UPથી મુખ્ય સૂત્રધાર સહિત 4ની ધરપકડ, 3.67 લાખ રિકવર, ગોરખપુરથી માસ્ટરમાઇન્ડ કરણ ભારતી પકડાયો

    1 day ago

    સુરતના અડાજણ વિસ્તારમાં એક વૃદ્ધ કાપડ વેપારીને નિશાન બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. અડાજણ સ્થિત મંગલદીપ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય કાપડના વેપારી વિષ્ણુભાઈ રાત્રિના અરસામાં પોતાની ટેક્સટાઇલની દુકાન વધાવીને રોકડ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. સોસાયટીના પહેલા માળે પહોંચતા જ અગાઉથી ઘાત લગાવીને બેઠેલા લૂંટારુઓએ તેમને આંતરી લીધા હતા અને તેમની પાસેથી 3.75 લાખની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ વેપારી સાથે બનેલી આ ઘટના અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ગોલુ અને સનીએ દિવસો સુધી રેકી કરી પ્લાન ઘડ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટારુઓએ આ ગુનાને અંજામ આપવા માટે દિવસો સુધી પૂર્વ આયોજન કર્યું હતું. ટોળકીના સભ્યો ગોલુ અને સની છેલ્લા કેટલાક દિવસોથી વૃદ્ધ વેપારી વિષ્ણુભાઈની સતત રેકી કરી રહ્યા હતા. વેપારી કયા સમયે દુકાન બંધ કરે છે અને રોકડ રકમ કઈ રીતે ઘરે લઈ જાય છે, તે સમગ્ર રુટ પર નજર રાખવામાં આવતી હતી. રેકી કર્યા બાદ આ બંને આરોપીઓએ તમામ માહિતી પોતાના મુખ્ય સાગરીત કરણ ભારતી સાથે શેર કરી હતી, જેના આધારે લૂંટનું સમગ્ર ષડયંત્ર રચીને તેને અંજામ આપવામાં આવ્યો હતો. યુપીના ગોરખપુરથી માસ્ટરમાઇન્ડ કરણ પકડાયો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અડાજણ પોલીસ સ્ટેશનના પી.આઈ.ની અધ્યક્ષતામાં અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના માર્ગો પરના 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ લૂંટમાં ચાર આરોપીઓ સામેલ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસે સુરતમાંથી 3 આરોપીઓને દબોચી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર કરણ ભારતી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હોવાની બાતમી મળતાં એક ટીમે ગોરખપુર ખાતે ધામા નાખી તેને ઝડપી પાડ્યો હતો. મુખ્ય આરોપી કરણ સામે અગાઉ 7 ગુના નોંધાયા પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી 3,75,000ની રકમમાંથી ₹3,67,000ની રોકડ રકમ સફળતાપૂર્વક કબજે કરી લીધી છે. વધુ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી કરણ ભારતી રીઢો ગુનેગાર છે. કરણ વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખાસ કરીને ઘરફોડ ચોરી જેવા ગંભીર પ્રકારના કુલ 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે અન્ય આરોપીઓની પૂછપરછ હાથ ધરી તેઓ અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. ‘ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનો ઉકેલાયો’ આ કેસની સફળ કામગીરી અંગે માહિતી આપતા DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "ગત તારીખ 13/10/2023ના રોજ રાત્રિના અરસામાં વિષ્ણુભાઈ નામના 76 વર્ષીય વૃદ્ધ વેપારી સાથે અડાજણ મંગલદીપ સોસાયટીના પ્રથમ માળે લૂંટની ઘટના બની હતી. પોલીસે 300થી વધારે CCTV ચકાસી તેમજ ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓને સુરતથી તથા મુખ્ય આરોપી કરણ ભારતીને યુપીના ગોરખપુર ખાતેથી પકડી પાડ્યો છે. લૂંટમાં ગયેલા ₹3,75,000માંથી ₹3,67,000 રિકવર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ગોલુ અને સની નામના શખ્સો દ્વારા વેપારીની રેકી કરવામાં આવતી હતી અને કરણ ભારતી સાથે વિગતો શેર કર્યા બાદ લૂંટને અંજામ અપાયો હતો."
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ:જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ
    Next Article
    પાલનપુર-ડીસા હાઈવે પર ત્રણનાં મોત નિપજાવી ફરાર ટેન્કર ચાલક પકડાયો:પાલનપુર LCBએ 160થી વધુ CCTV તપાસ્યાં; ટેન્કરના નંબરથી પગેરું મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment