Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી:બરવાળા-નાવડા રોડ પરથી 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ફરાર

    4 days ago

    બોટાદ LCB પોલીસે બરવાળા-નાવડા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે બે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. LCB પીઆઈ પાવરા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, પોલીસે બરવાળાની નવયુગ સ્કૂલ આગળ વોચ ગોઠવી બેરિકેટ્સ લગાવ્યા હતા. આ દરમિયાન, બરવાળા-નાવડા રોડ પરથી પૂરઝડપે આવી રહેલી એક ક્રેટા કારે બેરિકેટ્સ સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટાયર ફાટી જતાં કાર રોકાઈ ગઈ હતી અને તેમાં સવાર બે શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા, ફરાર થયેલા શખ્સોમાંથી એક લાઠીદડ ગામનો કિશોર ઉર્ફે કિશન જીવણભાઈ કહોરીયા અને બીજો એક અજાણ્યો શખ્સ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારમાંથી 2160 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂ. 5.68 લાખ આંકવામાં આવી છે. દારૂ અને કાર સહિત કુલ રૂ. 15.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બંને ફરાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાણીપમાં ચરસના જથ્થા સાથે યુવક ઝડપાયો:પોલીસ સ્ટેશન સામેના ન્યૂ પ્રેમનગરના મકાનમાંથી 490 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત, બે મહિલા સામે પણ ફરિયાદ
    Next Article
    ભાડાના મકાનમાં ચાલતી 33 આંગણવાડીઓને મળશે પોતાના પાકા મકાન:તંત્રએ 1 મહિનામાં ફાળવી સરકારી જમીન, 878 આંગણવાડીઓનું નવીનીકરણ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment