Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણીપમાં ચરસના જથ્થા સાથે યુવક ઝડપાયો:પોલીસ સ્ટેશન સામેના ન્યૂ પ્રેમનગરના મકાનમાંથી 490 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત, બે મહિલા સામે પણ ફરિયાદ

    4 days ago

    રાણીપ પોલીસ સ્ટેશન સામે ન્યૂ પ્રેમનગરના છાપરામાં ચરસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એન્ટી નારકોટિક્સ ફોર્સ ટીમે દરોડો પાડી ₹1.22 લાખના 490 ગ્રામ ચરસ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે મોબાઈલ ફોન, આધારકાર્ડ અને લાઈટ બિલ સહિતનો મુદ્દામાલ કબજે કરી ફરાર બે મહિલા સામે પણ ગુનો નોંધ્યો છે. ન્યૂ પ્રેમનગરમાં ઘરમાંથી 490 ગ્રામ ચરસ ઝડપાયું રાણીપ પોલીસ સ્ટેશન સામે ન્યૂ પ્રેમનગરના છાપરામાં ઈરફાનખાન નસીબખાન પઠાણ ચરસ અને ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી ANTFને મળી હતી. તેના આધારે ટીમે દરોડો પાડતા ઈરફાનખાન પઠાણ મળી આવ્યો હતો. બાદમાં ઘરમાં તપાસ કરતા ગોદડાંની વચ્ચેથી પ્લાસ્ટિકની થેલીમાંથી ₹1.22 લાખનો 490 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઈરફાનખાનની ધરપકડ કરીને રૂ. 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચેનપુરથી ચરસ લાવ્યાની આરોપીની કબૂલાત આરોપીની પૂછપરછ કરતા ચરસનો જથ્થો ચેનપુરમાં રહેતી સુનીતાના ફોનમાંથી તેની બહેન સોનીએ ફોન કર્યો હતો કે 500 ગ્રામ ચરસનો જથ્થો જોઈએ છે. ત્યારે ઈરફાને હા પાડતા સુનિતાને ચરસ આપવા મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઈરફાનખાન ઉપરાંત સોની અને સુનીતા સામે પણ ગુનો નોંધી ફરાર બંને મહિલાની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026:સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ રેસ્ટોરન્ટ શરૂ કરો, ફૂડ ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા DY.CMની અપીલ
    Next Article
    બોટાદ LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી:બરવાળા-નાવડા રોડ પરથી 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment