Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026:સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોએ રેસ્ટોરન્ટ શરૂ કરો, ફૂડ ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા DY.CMની અપીલ

    4 days ago

    નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026 શેલા, અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ સમિટમાં દેશના 30થી વધુ શહેરોમાંથી 1500થી વધુ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા 5000થી વધુ વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. સમિટમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના મોટા શહેરો ઉપરાંત પ્રવાસન સ્થળો પર ફૂડ બિઝનેસ વિકસાવવા અને ડિલિવરી માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પ્રવાસન સ્થળોએ ફૂડ બિઝનેસ વિકસાવવા આહવાન નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ ડિલિવરી ઓપરેટર્સને રાજ્યના પ્રમુખ પર્યટન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી, શિવરાજપુર બીચ, ધરોઈ ડેમ, કચ્છનું સફેદ રણ અને ગીરમાં પોતાનો વ્યવસાય વિસ્તારવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર આ સ્થળોએ જરૂરી માળખાકીય સુવિધાઓ અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે. પર્યાવરણ રક્ષણ અને ખર્ચ ઘટાડા માટે EVનો ઉપયોગ ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલને બદલે ઈ-વાહનો અપનાવવાથી ડિલિવરી ખર્ચ કિલોમીટર દીઠ ₹૨.૫૦થી ઘટીને માત્ર ૫૦ પૈસા થઈ શકે છે, જે આર્થિક રીતે ફાયદાકારક હોવાની સાથે પર્યાવરણના રક્ષણમાં પણ મહત્વનું યોગદાન આપશે. અર્થતંત્ર અને રોજગારીમાં ફૂડ સેક્ટરનું યોગદાન ફૂડ સેક્ટરના મહત્વ વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં ફૂડ બિઝનેસનું વર્તમાન યોગદાન ₹5.69 લાખ કરોડ છે, જે આગામી સમયમાં વધીને ₹7.5 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. હાલમાં આ ક્ષેત્રે 75 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે, જે ટૂંક સમયમાં 1 કરોડથી વધુ લોકોને રોજગાર આપતું માધ્યમ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાકાર થયેલા ગાંધીનગરના ગિફ્ટ સિટી (FinTech City)માં પણ ફૂડ સેક્ટર માટે રોકાણની વિપુલ તકો રહેલી છે. સમિટના મુખ્ય સહભાગીઓ કાર્યક્રમના પ્રારંભે NRAIના પ્રેસિડેન્ટ સાગર દરયાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અમદાવાદ ચેપ્ટરના હેડ આનલ કોટકે ઉપસ્થિતોને આવકાર્યા હતા. આ પ્રસંગે NRAIના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ રુંગટા, કો-ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર, ટ્રેઝરર ચિરાયુ અગ્રવાલ, જોઇન્ટ સેક્રેટરી પંકજ પાઠક અને દર્શન દાસાણી સહિતના હોદ્દેદારો અને ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ દર વર્ષે આવી વાર્ષિક સમિટ ગુજરાતમાં જ આયોજિત કરવા આમંત્રણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 'બહેતર સિટી' અભિયાન શરૂ:યુથ કોંગ્રેસની ટીમ લારીવાળા, રિક્ષાવાળાથી લઈ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી પ્રશ્નો સાંભળશે
    Next Article
    રાણીપમાં ચરસના જથ્થા સાથે યુવક ઝડપાયો:પોલીસ સ્ટેશન સામેના ન્યૂ પ્રેમનગરના મકાનમાંથી 490 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત, બે મહિલા સામે પણ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment