Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડાના મકાનમાં ચાલતી 33 આંગણવાડીઓને મળશે પોતાના પાકા મકાન:તંત્રએ 1 મહિનામાં ફાળવી સરકારી જમીન, 878 આંગણવાડીઓનું નવીનીકરણ પૂર્ણ

    4 days ago

    રાજકોટ જિલ્લામાં ભાડાના મકાનમાં ધમધમતી 33 આંગણવાડી કેન્દ્રોને સરકારી બિલ્ડિંગમાં સ્થાનાંતરિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસમાં આ મહત્વપૂર્ણ કવાયત પૂર્ણ કરવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ આગામી 1 વર્ષમાં પૂર્ણ થતાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા ભૂલકાંઓને આધુનિક અને સુવિધાજનક વાતાવરણ ઉપલબ્ધ થશે. રાજકોટ જિલ્લામાં કાર્યરત કુલ 1360 આંગણવાડી કેન્દ્રોમાં 3થી 6 વર્ષના 45,738 બાળકો શિક્ષણ લઈ રહ્યા છે, ત્યારે આ નિર્ણયથી ગ્રામીણ અને નગરપાલિકા વિસ્તારના બાળકોના શિક્ષણ અને પોષણ સ્તરમાં મોટો સુધારો જોવા મળશે. ICDS વિભાગ દ્વારા આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ તેજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) વિભાગ દ્વારા બાળકો અને માતાઓના કલ્યાણ તેમજ પાયાના શિક્ષણને સુદ્રઢ બનાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે એપ્રિલથી જૂન દરમિયાન નવા 29 કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના 878 આંગણવાડી કેન્દ્રોને સુવિધાસભર બનાવવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના સંયુક્ત પ્રયાસોથી નવા કેન્દ્રોના નિર્માણ માટે ઝડપી વહીવટી મંજૂરીઓ મેળવવામાં આવી છે. ધોરાજી, જસદણ, જેતપુર અને ગોંડલમાં જમીન ફાળવણીની વિગત જિલ્લામાં જમીનવિહોણી આંગણવાડીઓ માટે વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓએ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારી નાગાજણ તરખલા દ્વારા સૌથી વધુ 22 આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા દ્વારા અગાઉ નગરપાલિકા વિસ્તારના જમીનવિહોણા 10 કેન્દ્રોમાંથી 6 કેન્દ્રોને જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જેતપુર તાલુકામાં નગરપાલિકા વિસ્તારના 5 માંથી 4 કેન્દ્રો અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 આંગણવાડી કેન્દ્ર માટે જમીન નિયત કરવામાં આવી છે. કુલ 38 માંથી 33 કેન્દ્રોની પ્રક્રિયા પૂર્ણ રાજકોટ જિલ્લામાં જમીનવિહોણી કુલ 38 આંગણવાડીઓમાંથી 33 કેન્દ્રો માટે સરકારી જમીન ઉપલબ્ધ થતાં નવા ભવનના નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. બાકી રહેલા માત્ર 5 આંગણવાડી કેન્દ્રો માટે પણ જમીન ફાળવવાની વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. નવા પાકા મકાનો બનવાથી બાળકોના સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ સંબંધિત સુવિધાઓ વધુ સુવ્યવસ્થિત રીતે પહોંચાડી શકાશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCB પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી:બરવાળા-નાવડા રોડ પરથી 15.68 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ફરાર
    Next Article
    સુરતમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની વિશેષ ઉજવણી:ફોટોગ્રાફરો માટે સંબંધો અને ખુશી પર સેમિનાર યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment