Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની વિશેષ ઉજવણી:ફોટોગ્રાફરો માટે સંબંધો અને ખુશી પર સેમિનાર યોજાયો

    4 दिन पहले

    સુરતમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વિવિધ ફોટોગ્રાફી એસોસિએશનો અને ફોટોગ્રાફરો દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે 'સંબંધો અને જીવનમાં ખુશીનું મહત્વ' વિષય પર જ્ઞાનવર્ધક સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં પરિવાર અને સંબંધોમાં સમજણ, સંવાદ, પરસ્પર સહકાર તેમજ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે ખુશહાલ જીવન જીવવાના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ઉજવણી પરિવાર, સંબંધો અને જીવનની ખુશીઓને પણ એટલું જ મહત્વ આપવાનો પ્રેરણાદાયી સંદેશ આપી ગઈ. વિશ્વ ફોટોગ્રાફી દિવસની આ ઉજવણીમાં ફોટોગ્રાફર સમુદાયની એકતા, પરિવાર સાથેનો આત્મીય સંબંધ અને સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાડાના મકાનમાં ચાલતી 33 આંગણવાડીઓને મળશે પોતાના પાકા મકાન:તંત્રએ 1 મહિનામાં ફાળવી સરકારી જમીન, 878 આંગણવાડીઓનું નવીનીકરણ પૂર્ણ
    Next Article
    દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો:ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં એકનો એક કમાનારો જતો રહ્યો, ભાઈએ કહ્યું- મંદિરે દર્શન કરી સૂઈ ગયો, બીજા દિવસે આંખે દેખાતું બંધ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment