Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ:LCBએ રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 5 આરોપી ફરાર

    1 day ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1,56,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા નવી મોરવાડ અને જસાપર-મુળી ગામની સીમમાં પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં, નવી મોરવાડ ભોગાવો નદીના કાંઠે સ્મશાન પાસે જાહેરમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડવામાં આવી હતી. અહીંથી 70 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 14,000), 4,000 લીટર દારૂ બનાવવાનો આથો (વોશ) (કિંમત રૂ. 1,00,000) અને આથો ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર (કિંમત રૂ. 2,000) મળી કુલ રૂ. 1,16,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો સેલાભાઈ અને એક મહિલા સહિત બે આરોપીઓ ફરાર છે, જેમની સામે ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી કાર્યવાહી જસાપર-મુળી ગામની સીમમાં વોકળાના કાંઠે પડતર જગ્યામાં કરવામાં આવી હતી. અહીંથી 1,600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો (વોશ) મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 40,000 આંકવામાં આવી છે. આ કેસમાં જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો અનિરુધ્ધસિંહ જાડેજા અને મહેશ ઉર્ફે ટકો ધનાભાઈ કમેઝળીયા સહિત ત્રણ આરોપીઓ ફરાર છે. આ અંગે મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB ના PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, PSI એન.એ. રાયમા અને સ્ટાફના ASI લક્ષ્મણસિંહ ઝાલા, HC અમરકુમાર ગઢવી, HC ગોપાલસિંહ ઝાલા, PC અશ્વીનભાઇ માથુકીયા, PC ચંદ્રવિજયસિંહ રાણા અને PC મહેન્દ્રભાઇ દાદરેસા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ, અનિરુધ્ધસિંહ ખેર, ASI લક્ષ્મણસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ રાણાને મળેલી બાતમીના આધારે આ દરોડા સફળ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યને મળ્યા 2,389 નવા મહેસૂલી તલાટી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું- તલાટી ગામડાની કરોડરજ્જુ, લોકોના ધક્કા ઘટાડીને સેવા આપશો તો આશીર્વાદ મળશે
    Next Article
    સરકારી શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર:4 જુલાઈ સુધીમાં ખાલી જગ્યાની વિગતો જાહેર કરાશે, 16 જુલાઈએ થશે બદલીના હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment