Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યને મળ્યા 2,389 નવા મહેસૂલી તલાટી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું- તલાટી ગામડાની કરોડરજ્જુ, લોકોના ધક્કા ઘટાડીને સેવા આપશો તો આશીર્વાદ મળશે

    1 day ago

    રાજ્યના મહેસૂલ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુરુવારે ગાંધીનગરના સેક્ટર-17 ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેસૂલી તલાટી (વર્ગ-3) સંવર્ગના કુલ 2,389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા આ યુવાનો હવે રાજ્યના મહેસૂલ વહીવટમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. iRCMS પોર્ટલ પર ઇ-ફાઇલિંગ સુવિધા શરૂ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારે ટેક્નોલોજી આધારિત મહેસૂલી વહીવટને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે અનેક નવી પહેલોની પણ શરૂઆત કરી. iRCMS પોર્ટલ પર ઇ-ફાઇલિંગ સુવિધા શરૂ કરવામાં આવી, જેના કારણે મહેસૂલ વિભાગમાં પેપરલેસ અને સ્માર્ટ વહીવટને વધુ વેગ મળશે. સાથે જ નાગરિકોના સીધા પ્રતિભાવ મેળવવા માટે QR કોડ આધારિત સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ "REVA (Revenue Voice and Assistance)" લોન્ચ કરવામાં આવી. ઉપરાંત 21 મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવતાં નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ઓછા ખાવા પડશે. તલાટી ગામડાની વહીવટી વ્યવસ્થાની કરોડરજ્જુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત તલાટીઓને સંબોધતા કહ્યું કે "તલાટી" શબ્દ વર્ષો જૂનો છે અને ગામડાની વહીવટી વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. ગામના દરેક પરિવાર અને દરેક વ્યક્તિની માહિતી તલાટી પાસે હોય છે. કરોડરજ્જુ મજબૂત રહેશે તો સમગ્ર વ્યવસ્થા મજબૂત રહેશે. મુશ્કેલીમાં લોકોને સમયસર અને સંવેદનશીલ સેવા આપશો તેમણે જણાવ્યું કે એક તલાટી વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. મુશ્કેલીમાં રહેલા લોકોને સમયસર અને સંવેદનશીલ સેવા આપશો તો તેમના આશીર્વાદ ભગવાનના આશીર્વાદ સમાન ગણાશે. લોકોના અનાવશ્યક ધક્કા ઘટાડવા અને સરળતાથી કામ થાય તે માટે કાર્ય કરવાની તેમણે અપીલ કરી. સત્તા કે જવાબદારી મળે પછી એ ભૂલવી ન જોઈએ મુખ્યમંત્રીએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ક્યારેક સામાન્ય લોકોને અધિકારીઓને મળવા રાહ જોવી પડતી હોય છે, જ્યારે કેટલાક લોકો સીધા જ અંદર પહોંચી જતા હોય છે. "જે વાતનું દુઃખ આપણને થયું હોય, સત્તા કે જવાબદારી મળે પછી એ ભૂલવી ન જોઈએ," તેમ કહી તેમણે તમામ અધિકારીઓને સંવેદનશીલ અને સમાન વ્યવહાર રાખવાની સલાહ આપી. કર્મચારીઓને સરકારની સારી છબી જળવાય તે માટે અનુરોધ તેમણે વેરિફિકેશન પ્રક્રિયામાં થતી વિલંબની બાબતનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે તેમાં જરૂરી સુધારા થવા જોઈએ જેથી ઉમેદવારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. સાથે જ તેમણે તમામ કર્મચારીઓને સરકારની સારી છબી જળવાઈ રહે તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો. ગુજરાતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અંતે તમામ નવનિયુક્ત કર્મચારીઓને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું.
    Click here to Read More
    Previous Article
    માંગરોળમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઇંચ:ગુજરાત માથે 5 સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી, 30 સેકન્ડમાં યુવકે વૃદ્ધના રામ રમાડ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ:LCBએ રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 5 આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment