Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારામાં LCBએ 1.47 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બુટલેગર ઝડપાયો

    2 weeks ago

    નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB ટીમે ગોડદા ગામના ત્રણ રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની એક્ટિવા પર દારૂ લઈ જઈ રહેલા એક બુટલેગરને પકડી પાડ્યો હતો. જપ્ત કરાયેલા દારૂ અને એક્ટિવા સહિત કુલ રૂ. 1,47,456 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, સંદીપ સિંહ અને નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાઓ અનુસાર, ખાસ કરીને પ્રોહિબિશનના કાયદાના કડક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો ગુજરાતની સરહદ પર આવેલો હોવાથી, અહીંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. દારૂના દુષણને ડામવા અને નેસ્તનાબૂદ કરવાના હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ચૌધરી, LCB, નર્મદાના માર્ગદર્શન હેઠળ LCB ટીમ સાગબારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, LCBના એ.એસ.આઈ. મોતીરામ સંજયભાઈ અને ચંદન સંપતને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, દેવમોગરાનો નરેશ ફુલસિંગ વસાવા ખડકાપાણી (મહારાષ્ટ્ર) તરફથી નંબર પ્લેટ વગરની એક્ટિવા ગાડીમાં દારૂ ભરીને આવી રહ્યો હતો. આ બાતમીના આધારે, ગોડદા ગામના ત્રણ રસ્તા પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ એક્ટિવાને કોર્ડન કરીને તપાસ કરતા, તેના આગળ અને પાછળ મૂકેલા બે મોટા કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 1,47,456 છે, તે જપ્ત કર્યો હતો અને આરોપી નરેશ ફુલસિંગ વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ:'CBI રાહુલની બેવડી નાગરિકતાની તપાસ કરે', અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ
    Next Article
    'કમળ' છોડી 'ઝાડુ' પકડનારા બે નેતા સામે ભાજપની લાલ આંખ:શહેર પ્રમુખ પરેશ પટેલે શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment