Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ:'CBI રાહુલની બેવડી નાગરિકતાની તપાસ કરે', અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ

    2 weeks ago

    અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેવડી નાગરિકતા સંબંધિત કેસમાં શુક્રવારે લખનઉ બેન્ચમાં સુનાવણી થઈ. આ કેસ નીચલી અદાલતના તે નિર્ણય વિરુદ્ધ છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગને ફગાવી દેવામાં આવી હતી. યુપી સરકાર તરફથી વકીલે કહ્યું કે આ સમગ્ર પ્રકરણની તપાસ CBI કરે. આના પર જજે મંજૂરી આપતા કહ્યું કે FIR નોંધીને કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. હવે FIR નોંધાયા બાદ પ્રકરણની તપાસ CBI કરશે. અરજદારનો દાવો- સોગંદનામું મહત્વપૂર્ણ આ કેસ પ્રથમ વખત આ સ્તરે લખનઉ બેન્ચમાં વિગતવાર સાંભળવામાં આવી રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. અરજદાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે દાખલ કરાયેલું સોગંદનામું તેમના આરોપોના સમર્થનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કોર્ટે મંત્રાલય પાસેથી ‘ટોપ સિક્રેટ’ ફાઈલો લીધી સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ ગૃહ મંત્રાલયના ફોરેનર્સ ડિવિઝનને નિર્દેશ આપ્યા હતા કે કેસ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરે. મંત્રાલયે કેસ સંબંધિત તમામ ફાઈલો હાઈકોર્ટમાં રજૂ કરી. આ કેસમાં અરજી દાખલ કરનાર વિગ્નેશ શિશિરે દાવો કર્યો છે કે તેમણે કોર્ટ સમક્ષ એવા દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા છે, જેનાથી એ સંકેત મળે છે કે રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગડમમાં મતદાર રહ્યા છે. ત્યાં ચૂંટણીઓમાં ભાગીદારી સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ છે. નીચલી અદાલતના આદેશને પડકાર આ અરજી ક્રિમિનલ એપ્લિકેશન તરીકે દાખલ કરવામાં આવી છે, જેમાં 28 જાન્યુઆરી 2026ના રોજ સ્પેશિયલ MP-MLA મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો છે. નીચલી અદાલતે કોતવાલી પોલીસ સ્ટેશન, રાયબરેલીને FIR નોંધવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જેને હવે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને હાઈકોર્ટે સ્વીકારી લીધો છે અને FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ઘણી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવાની માંગ અરજીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો તેમજ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923, પાસપોર્ટ એક્ટ 1967 અને ફોરેનર્સ એક્ટ 1946ના ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવ્યા છે. અરજદારનું કહેવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકતા સાથે સંકળાયેલો ગંભીર વિષય છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- બાલાકોટ, નોટબંધી, સિંદૂરનો જાદુગર પકડાઈ ગયો:NDAએ કહ્યું- આ PMનું અપમાન, સ્પીકરે વિવાદિત ભાગ રેકોર્ડ પરથી હટાવ્યો
    Next Article
    સાગબારામાં LCBએ 1.47 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બુટલેગર ઝડપાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment