Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ KVK ખાતે વિસ્તરણ અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ:ખરીફ પાકોની પસંદગી અને રોગ-જીવાત નિયંત્રણ અંગે અપાયું માર્ગદર્શન

    3 days ago

    પાટણના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ૧૭ જુલાઈના રોજ વિસ્તરણ અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ખરીફ પાક ઉત્પાદન તકનીકો અને પ્રાકૃતિક ખેતી વિષય પર કેન્દ્રિત હતી. KVKના વિષય નિષ્ણાતો શ્રી એસ.એસ. દરજી અને શ્રી આર.પી. ચૌધરીએ પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, સરસ્વતી અને હારીજ તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તેમજ ગ્રામ સેવકોને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમમાં કપાસ, મગ, અડદ, દિવેલા, તુવેર જેવા ખરીફ પાકો માટે યોગ્ય જાતોની પસંદગી, સમયસર વાવણી, સંકલિત ખાતર વ્યવસ્થાપન, અને રોગ-જીવાત નિયંત્રણ અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. ખેતીવાડી પેટા વિભાગના મદદનીશ ખેતી નિયામક શ્રી મુકેશભાઈ લીમ્બાચીયાએ પ્રાકૃતિક ખેતી અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે જાણકારી આપી હતી. તેમણે બદલાતી આબોહવા અને અનિશ્ચિત વરસાદની સ્થિતિમાં યોગ્ય પાક અને જાતોની પસંદગી, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ, તેમજ સમયસર સિંચાઈ વ્યવસ્થાપન દ્વારા પાકના નુકસાનને ઘટાડવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમના સમાપ્તિ પર, વિસ્તરણ અધિકારીઓને પ્રાપ્ત જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડવા અને તેમને પ્રાકૃતિક તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ:ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના રહેણાંક મકાનમાં ધમધમતી હોવાનો આક્ષેપ, DEOએ તપાસ કમિટી રચી
    Next Article
    ઇશ્વરીયામાં ખેતમજૂર પર દિપડાનો હુમલો,:ગંભીર ઇજા પહોંચતાં વેરાવળ સિવિલમાં દાખલ, વન વિભાગે દિપડાને પકડવા કાર્યવાહી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment