Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇશ્વરીયામાં ખેતમજૂર પર દિપડાનો હુમલો,:ગંભીર ઇજા પહોંચતાં વેરાવળ સિવિલમાં દાખલ, વન વિભાગે દિપડાને પકડવા કાર્યવાહી શરૂ કરી

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામમાં શનિવારે એક ખેતમજૂર પર દિપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેતમજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇશ્વરીયા ગામના માનસિંગભાઈ જાદવના ખેતરમાં હરીભાઈ ચાંડપા નામના ખેતમજૂર પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે ખેતર નજીક છુપાયેલો એક દિપડો અચાનક બહાર આવ્યો અને હરીભાઈ પર હુમલો કર્યો. દિપડાએ તેમના શરીરના વિવિધ ભાગો પર હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હરીભાઈની બૂમો સાંભળીને આસપાસ કામ કરતા અન્ય મજૂરો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનો જમાવડો થતાં દિપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત હરીભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાન કરશન બારડ સહિતના ગ્રામજનો અને શુભેચ્છકોએ પહોંચી ઇજાગ્રસ્તના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં અધિકારીઓ અને સ્ટાફ પણ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવી અને હુમલો કરનાર દિપડાને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને કારણે ઇશ્વરીયા સહિત આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી દિપડા સહિતના જંગલી પ્રાણીઓ વસાહતો અને ખેતીવાડી વિસ્તારોમાં વારંવાર દેખાઈ રહ્યા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ હુમલો કરનાર દિપડાને તાત્કાલિક પકડી પાડવા અને ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. હાલ ઇજાગ્રસ્ત હરીભાઈ ચાંડપાની સારવાર ચાલી રહી છે અને વન વિભાગ દિપડાને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ KVK ખાતે વિસ્તરણ અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ:ખરીફ પાકોની પસંદગી અને રોગ-જીવાત નિયંત્રણ અંગે અપાયું માર્ગદર્શન
    Next Article
    પોલીસ માટે શરમજનક કિસ્સો, કોર્ટનો DySP-PI સામે ફરિયાદનો આદેશ:આરોપી પોલીસ સ્ટેશનમાં બેઠો હતો અને પોલીસે કહ્યું મળતો નથી, વીડિયો જોઈને કેશોદ કોર્ટ બગડી, હુકમની નકલ DGPને પણ મોકલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment