Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ KMCRIના ઈન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર:સ્ટાઈપેન્ડ વધારાની માંગ: મેનેજમેન્ટે માત્ર રૂ. 500 વધાર્યાં; આરોગ્ય સેવાઓ પર અસર પડવાની શક્યતા

    10 hours ago

    ભરૂચ સ્થિત કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KMCRI)ના 2021-22 બેચના ઇન્ટર્ન ડોકટરોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે.સિવિલ હોસ્પિટલ ખાતે 150થી વધુ ઇન્ટર્ન ડોકટરો એકઠા થયા હતા. તેમણે મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી હતી. વિરોધ કરી રહેલા ઇન્ટર્ન ડોકટરોના જણાવ્યા અનુસાર, ઇન્ટર્નશિપની શરૂઆતમાં સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડમાં 23 ટકા વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, બે મહિનાના વિલંબ બાદ 9 જુલાઈએ ચૂકવાયેલા સ્ટાઇપેન્ડમાં માત્ર 3 ટકા એટલે કે આશરે રૂ. 500નો જ વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ, અગાઉની સિનિયર બેચને રૂ. 14,800 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હતું, જ્યારે વર્તમાન બેચને રૂ. 15,300 ચૂકવાયા છે. અન્ય મેડિકલ કોલેજોમાં રૂ. 21,000થી વધુ સ્ટાઇપેન્ડ મળતું હોવાથી, વિદ્યાર્થીઓએ સરકારના નિયમો અનુસાર રૂ. 21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ કરી છે. આંદોલનકારી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે રજૂઆત કરવા છતાં સમસ્યાના ઉકેલ માટે કોઈ હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી. તેના બદલે, હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોકટરોને વધારાની ડ્યૂટી સોંપવાની તેમજ ઇન્ટર્નશિપનો સમયગાળો વધારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી રૂ. 21,800 સ્ટાઇપેન્ડ ચૂકવવાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે. બીજી તરફ, સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. ગોપિકા મેખીયાએ જણાવ્યું હતું કે ઇન્ટર્ન ડોકટરો દ્વારા ગત 11 મેના રોજ સ્ટાઇપેન્ડ વધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેના આધારે મેનેજમેન્ટે ત્વરિત બેઠક યોજી રૂ. 500નો વધારો મંજૂર કર્યો હતો. સુધારેલું રૂ. 15,300નું સ્ટાઇપેન્ડ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરી દેવામાં આવ્યું છે.ડૉ. ગોપિકા મેખીયાના જણાવ્યા મુજબ, આ મુદ્દે વધુ ચર્ચા કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે સંસ્થાના CMD સાથે સત્તાવાર બેઠક પણ નિર્ધારિત કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણાં અંગે સંસ્થાને અગાઉ કોઈ જાણ કરવામાં આવી નહોતી. પ્રથમ અરજી બાદ વિદ્યાર્થીઓ કે તેમના યુનિયન તરફથી મેનેજમેન્ટને અન્ય કોઈ સત્તાવાર રજૂઆત પણ મળી નહોતી.હાલ બંને પક્ષો પોતાના વલણ પર અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્ટર્ન ડોકટરોની હડતાળ લાંબી ચાલે તો સિવિલ હોસ્પિટલ અને સંલગ્ન આરોગ્ય સેવાઓ પર તેની અસર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    250 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, દુબઈથી ઓપરેટ થતું હતું:ખાનગી યુનિ.ના MBAના વિદ્યાર્થી સહિત 5 શહેરોમાં 19 આરોપીની ધરપકડ; 21 રાજ્યોના 146 ગુનાનો ભેદ ઉકેલાયો
    Next Article
    હાદાનગર વિસ્તારમાં નજીવી બાબતે મારામારી:ઘર પાસે ઉભા રહેવા બાબતે યુવાન અને તેના ભાઈ પર ચાર શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment