Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાદાનગર વિસ્તારમાં નજીવી બાબતે મારામારી:ઘર પાસે ઉભા રહેવા બાબતે યુવાન અને તેના ભાઈ પર ચાર શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

    12 hours ago

    ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા યુવાન અને તેમના ભાઈ પર ઘર પાસે ઉભા રહેવા બાબતે ચાર શખ્સો દ્વારા લાકડી અને ઢીકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, આ અંગે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર પરેશ ભરતભાઈ આલ ઉ.વ.32 એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા.10/7 ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે હાદાનગર શિવશક્તિ સોસાયટી ખાતે પોતાના દાદાના ઘર પાસે મિત્ર અને ભાઈ સાથે ઉભા હતા, તે સમયે સામે રહેતા શામળા શેલાણા ત્યાં આવ્યા હતા અને તેમને ત્યાં ઉભા રહેવાની ના પાડી ગાળો આપવા લાગ્યા હતા., ​વાતચીત દરમિયાન શામળાએ ઉશ્કેરાઈને પરેશને લાફો મારી દીધો હતો., ત્યારબાદ શામળાનો પુત્ર મિલન શામળાભાઈ, અલ્પેશ જબરાભાઈ અને મુન્નાભાઈ કુકાભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અલ્પેશે પરેશના માથામાં લાકડી વડે પ્રહાર કર્યો હતો, જ્યારે મુન્નાએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો., ​આ ઝઘડામાં વચ્ચે પડેલા પરેશના કાકાના દીકરા તુષાર રાજુભાઈને બચાવવા જતાં, મુન્નાએ તેમના માથામાં પણ લાકડીનો ઘા મારી દીધો હતો., હુમલાખોરોએ આટલેથી ન અટકતા જતા-જતા પરેશ અને તુષારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે, "આજે લોકો વચ્ચે આવી ગયા એટલે બચી ગયા, હવે પછી સામે જોશો તો જીવતા નહીં છોડીએ." ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પરેશ અને તુષારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને માથામાં બે ટાંકા અને તુષારને નવ ટાંકા આવ્યા હતા, સારવાર બાદ પરેશએ બોરતળાવ પોલીસ મથકે શામળા શેલાણા, મિલન શામળાભાઈ, અલ્પેશ જબરાભાઈ તથા મુન્ના કુકાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ KMCRIના ઈન્ટર્ન ડોક્ટરો અનિશ્ચિત હડતાલ પર:સ્ટાઈપેન્ડ વધારાની માંગ: મેનેજમેન્ટે માત્ર રૂ. 500 વધાર્યાં; આરોગ્ય સેવાઓ પર અસર પડવાની શક્યતા
    Next Article
    Triple Murder In Bengaluru: Man Kills His Family Of 3, Then Hangs Self

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment